પોટેટો પેન કેક

 

પોટેટો પેન કેક



સામગ્રી : 

છીણેલા બટાકા-૧ બાઉલ,

મીઠું સ્વાદ જરૂર મુજબ ,

ટામેટાં-જરૂર પ્રમાણે, 

આદું-મરચાંની પેસ્ટ-૧ ટે સ્પૂન, 

દૂધી-છીણેલી (૧/૨ બાઉલ),

મરચું પાઉડર- જરૂર પ્રમાણે, 

લીંબુ-૧/૨ ટી.સ્પૂન, 

ખાંડ-૧ ટી સ્પૂન.

રીત : 

સૌપ્રથમ એક બાઉલમાં છીણેલા બટાટા, દૂધી, ટામેટાં, આદું-મરચાંની પેસ્ટ મિક્સ કરો. ત્યારબાદ તેમાં મીઠું, મરચું પાઉડર, લીંબુ, ખાંડ, ગરમ મસાલો બધું જ મિક્સ કરી લેવું. હવે બેકિંગ ટ્રે લઈ તેના પર આ મિશ્રણ ટ્રે પર તેલ લગાવીને પૅનકેકના શેપમાં પાથરી લેવું. આ રીતે ૩થી ૪ નાની પૅનકેક તૈયાર કરી લેવી. ત્યારબાદ પ્રી હીટ કરેલા ઓવનમાં ૧૮૦ અંશ પર ૧૦ મિનિટ બૅક કરી લેવું. ત્યારબાદ બહાર લઈ બીજી બાજુ ફેરવી તેલ લગાવી ફરી ૧૦ મિનિટ બૅક કરી લેવું અને દહીં અથવા તો કેચઅપ સાથે સર્વ કરવું.

Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર