ખાટાં ઢોકળાં

 


ખાટાં ઢોકળાં


સામગ્રી : 

૩ કપ ચોખા (કણકી),૧ કપ અડદ દાળ, ૩ ચમચી ચણા દાળ, ઉપર પ્રમાણે ઢોકળાંનો લોટ દળાવવો, ૧ કપ ઢોકળાંનો લોટ, ૧/૨ કપ ખાટું દહીં, ૧/૪ કપ તેલનું મોણ, ૮થી ૧૦ દાણા મરીનો પાઉડર, ૧/૪ ચમચી મેથી દાણા. ચપટી હીંગ, મસાલો, ૧ ચમચી ચણા દાળ, ૧ ચમચી આદું-મરચાં, કોથમીર ઝીણી સુધારેલી મીઠું પ્રમાણસર, ૧/૪ ચમચી ખાવાના સોડા.

રીત: 

ઢોકળાંના લોટમાં દહીં નાખી સાધારણ ઘટ્ટ ખીરું પલાળવું. ૧/૨ ગ્લાસ પાણી ગરમ કરી તેમાં મેથી દાણા, ચણા દાળ અને મીઠું નાખવું. આ ગરમ પાણી ઢોકળાંના ખીરામાં નાખવું. ચપટી હીંગ નાખવી. આ ખીરાને આઠથી દસ કલાક આથો લાવવા મૂકવું.

એક વાટકીમાં એક ચમચી પાણી નાખી તેમાં ખાવાના સોડા અને તેલનું પાણી નાખી ચમચીથી હલાવવું. આ મિશ્રણ દૂધ જેવું સફેદ થશે. આ મિશ્રણને આથો **** ખીરામાં નાખવું. ત્યારબાદ તેમાં મસાલો મિક્સ કરવો. 8 ઢોકળિયામાં પાણી નાખી ગરમ કરી ઢોકળિયાની થાળીમાં તેલનો હાથ ફેરવી તમા ઢોકળાંનું ખીરું પાથરવું. ઉપર મરી પાઉડર ભભરાવવો. ત્યારબાદ ઢોકળિયામાં થાળી મૂકી ઢાંકણ ઢાંકી ૧૦ મિનિટ વરાળમાં બાફવાં. ત્યારબાદ ઢોકળાં બહાર કાઢી ઠંડાં પડે એટલે ચપ્પાથી કાપા પાડી કાઢી લેવા.

Comments

Popular posts from this blog

મિક્સ વેજિટેબલ પરોઠા

મશરૂમ દમ બિરયાની

Rasmalai Recipe | Homemade Ras Malai|રસમલાઈ રેસીપી | ઈન્સ્ટન્ટ રસમલાઈ કેવી રીતે બનાવવી