મશરૂમ દમ બિરયાની
મશરૂમ દમ બિરયાની
સામગ્રી : 2 1/2 કપ ચોખા, 2-3 લીમડાંના પાન, 4 લવિંગ, 2 તજ અને ચપટી જાયફળ, 5 એલચી, 3-4 જાવંત્રી, 3 મોટા કાંદા (સ્લાઈસ કરવી), 4 ચમચા તેલ
મશરૂમ ગ્રેવી માટે: 500 ગ્રામ મશરૂમ. 1 ચમચી લાલ ચટણી અને આદુ-લસણની પેસ્ટ, 1 1/2 કપ દહીં, 2 ચમચી અજમા, 2 ચમચા ઘી, જરૂર મુજબનો ગરમ સૂકો મસાલો
લેયર માટે : 1/4 કાંદાનું મિશ્રણ, 2 ચમચા ગરમ દૂધમાં કેસરનું મિશ્રણ, 1 ચમચો ઘી, સ્વાદ અનુસાર મીઠું
બનાવવાની રીતઃ ચોખાને ધોઈને ઉકાળી લો. ચોખાને બાફતી વખતે તેમાં મરી-મસાલા અને મીઠું નાખવું. ભાતને થોડો કાચો રાખવો. ભાત બની જાય એટલે તેમાંથી વધેલુ પાણી અને મરી-મસાલા કાઢી લેવા. હવે કાંદાને તેલમાં સોનેરી કથ્થઈ રંગના સાંતળવા. કાંદા બળે નહીં તેનું ધ્યાન રાખવું. સાંતળાઈ જાય એટલે તેમાં અજમા અને બધા સૂકા ગરમ મસાલા નાખો. ત્યાર બાદ તેમાં મશરૂમ નાખી 5 મિનિટ સુધી સાંતળો. હવે તેમાં ચટણી નાખીને હલાવો. મશરૂમ સાથે એક મિનિટ સુધી ચડવા દો. હવે તેમાં દહીં નાખીને બરાબર મિક્સ કરો. ચાર પાંચ મિનિટ પછી તેમાં અડધો કપ પાણી નાખો અને 10 મિનિટ સુધી મશરૂમને પકાવો. હવે એક વાસણમાં મશરૂમની થોડી ગ્રેવી તળિયે પાથરો અને પહેલું લેયર તૈયાર કરો. ત્યાર બાદ તેની ઉપર ભાત પાથરીને બીજુ લેયર બનાવો. હવે તેના પર કેસરવાળુ દૂધ છાંટો. પછી તેના પર સાંતળેલા કાંદા અને કૂદીનાના પાન પાથરો. હવે ફરી મશરૂમ ગ્રેવી ત્યારબાદ ચોખા એમ લેયરની બનાવટનું પુનરાવર્તન કરો. અંતે લેયરની ઉપર કાંદા અને ફુદીનો રહેશે તેના ઉપર ઘી નાખવું. હવે તે વાસણને ઢાંકીને 20થી 25 મિનિટ ધીમી આંચે ચડવા દો. ગરમાગરમ મશરૂમ બિરયાની કાંદાની સ્લાઈસ અને લીંબુનું સલાડ, રાયતા અને પાપડ સાથે પીરસો.
Comments
Post a Comment