સ્પ્રાઉટ્સ ઢોકળાંની રેસિપી સામગ્રી: એક કપ ફણગાવેલા મગ, પોણો કપ સમારેલી પાલક, ત્રણ લીલાં મરચાં, બે ટેબલસ્પૂન ચણાનો લોટ, એક ટી.સ્પૂન ખાવાના સોડા, એક ટેબલસ્પૂન તેલ, એક ટેબલ સ્પૂન તલ, અડધી ટી.સ્પૂન હીંગ, મીઠું સ્વાદાનુસાર, તેલ ચોપડવા માટે, રીતઃ સ્પ્રાઉટ્સ ઢોકળાની રેસિપી બનાવવા માટે મિક્સર જારમાં ફણગાવેલા મગ, પાલક અને લીલાં મરચાં મેળવી તેમાં થોડું પાણી ઉમેરી સુંવાળી પેસ્ટ બનાવો. આ પેસ્ટને એક બાઉલમાં રેડીને તેમાં મીઠું, ચણાનો લોટ અને સાથે પોણો કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી, રેડી શકાય તેવું ખીરું તૈયાર કરો. તેને બાકવા માટે મૂકતા પહેલાં તેમાં ખાવાના સોડા અને બે ટીસ્પૂન પાણી ઉમેરી લો. જ્યારે ખીરામાં પરપોટા બનતા થાય ત્યારે તેને હળવા હાથે મિક્સ કરી લો. થાળીમાં તેલ ચોપડી એમાં ખીરું નાંખો. ખીરું થાળીમાં બરાબર પાથરો. આ થાળીને બાફવાના સાધનમાં મૂકી, ૧૦થી ૧૨ મિનિટ સુધી અથવા ઢોકળા રંધાઈ જાય ત્યાં સુધી બાફી લો. હવે એક નાના પૅનમાં તેલ ગરમ કરી તેમાં તલ, હીંગ, મીઠો લીમડો અને લીલાં મરચાં મેળવી મધ્યમ તાપ પર થોડી સેકન્ડ સુધી સાંતળી લો. આ વઘારને ઢોકળાંની થાળી ઉપર રેડીને ઢોકળાંને થોડાં ઠંડાં...