બ્રેડ ઉત્તપમ | bred uttpam
બ્રેડ ઉત્તપમ
સામગ્રીઃ
૬ નંગ બ્રેડની સ્લાઇસ ટુકડા કરેલી, પોણો કપ રવો, ૩ ટેબલસ્પૂન મેંદો, પોણો કપ દહીં. પોણો કપ ઝીણા સમારેલા કાંદા, પોણો કપ ઝીણા સમારેલાં ટામેટાં, પોણો કપ ઝીણાં સમારેલાં સિમલા મરચાં, પોણો કપ ઝીણી સમારેલી કોથમીર, એક ટી.સ્પૂન ઝીણું સમારેલું આદું, એક ટી.સ્પૂન ઝીí સમારેલાં લીલાં મરચાં, મીઠું સ્વાદાનુસાર, તેલ જરૂર પ્રમાણે.
રીતઃ
મિક્સર જારમાં બ્રેડના ટુકડા, રવો, મેંદો, દહીં અને લગભગ પોણા ચાર કપ પાણી મેળવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી લીધા પછી તેમાં બાકી રહેલી બધી વસ્તુઓ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. હવે એક નોનસ્ટિક તવાને ગરમ કરી, તેની પર થોડું પાણી છાંટી કપડા વડે સાફ કરી લો. તે પછી તેની પર તેલ ચોપડી લો. હવે તેની પર એક ચમચા જેટલું ખીરું રેડીને તેને ગોળાકાર બનાવી દો. તેની કિનારીઓ ઉપર થોડું તેલ પાથરી મધ્યમ આંચ પર ઉત્તપાને બંને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો. આ રીતથી બીજા ઉત્તપા તૈયાર કરો. લીલી ચટણી સાથે તરત જ પીરસો.
Comments
Post a Comment