બ્રોકલી પનીર પરાઠા

 


બ્રોકલી પનીર પરાઠા

સામગ્રી : ૨૦૦ ગ્રામ બ્રોકલી, ૧૦૦ ગ્રામ પનીર, ૨ લીલાં મરચાં, અડધી વાટકી કોથમીર, ૧ ચમચી મરી પાઉડર, ૧ ચમચી ચિલી ફ્લેક્સ, ૧ ચમચી ચાટ મસાલો, ૧ વાટકી ઘઉંનો લોટ, તેલ, મીઠું, જીરું

રીત : સૌપ્રથમ બ્રૉકલીને પાણીથી ધોઈ તેના નાનાં કટકા કરી ચોપરમાં નાખી ચોપ કરો. પછી એક બાઉલમાં ચોપ કરેલી બ્રોકલી, લીલાં મરચાં ઝીણાં સમારેલાં, ઝીણી સમારેલી કોથમીર, ચિલી ફલેક્સ, ચાટ મસાલો, મરી પાઉડર અને પનીરને છીણી સરખી રીતે મિક્સ કરો. ત્યારબાદ એક તાસકમાં ઘઉંનો લોટ તેમાં તેલ, મીઠું, જીરું નાખી નરમ કણક બાંધો. થોડી વાર રાખી તેમાંથી એક મોટી રોટલી વણી તેના પર બનાવેલું ફીલિંગ ભરી ચારે બાજુથી વાળી ચોરસ પરાઠો તૈયાર કરી લો. હવે તવી પર તેલ મૂકી પરાઠાને શેકી લો. પરાઠાને દહીં સાથે પીરસો.

Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર