વટાણાના પરોઠા

 

વટાણાના પરોઠા


સામગ્રી:

૨૫૦ ગ્રામ વટાણા, ૧ વાટકી મેંદો, ૨ ચમચી ચણાનો લોટ, મીઠું સ્વાદ અનુસાર, મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ, ૧ ચમચી આમચૂર પાઉડર, ૧ ચમચી ઘી, ૧ બાફેલો બટાટો

રીત : સૌપ્રથમ એક તાસકમાં મેંદો લો. તેમાં મોણ માટે ઘી નાખી પાણીથી નરમ કણક તૈયાર કરો. હવે વટાણાને મિક્સરમાં ક્રશ કરી લો. એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેમાં વટાણાનું ક્રશ, આદું-મરચાંની પેસ્ટ, મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, આમચુર પાઉડર, ચણાનો લોટ અને બાફેલો બટાટો નાખી સરખી રીતે મિક્સ કરો. હવે પૂરણના નાના ગોળા વાળી લો. કણકમાંથી નાનો લૂઓ લો. તેમાં સ્ટફિંગ ભરી ચારે બાજુથી વાળી ફરી હલકા હાથે પરોઠા વણી લો. આ પરોઠાને તેલ મૂકી તવી પર શેકી લો. આ પરોઠાને દહીં કે ટોમેટો સોસ સાથે સર્વ કરો.

Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર