સમોસા ચાટ

 

સમોસા ચાટ

સામગ્રી :

૨ નંગ બાફેલા બટાકા ૨ નંગ લીલાં મરચાં ૩ નંગ ઝીણી સમારેલી ડુંગળી,૫ ચમચી બાફેલા વટાણા કોથમીર, મીઠું, આમચૂર પાઉડર, તળવા માટે તેલ અજમો, ઘઉંનો લોટ કોથમીર-મરચાંની ચટણી, તીખી ચટણી, ઝીણી સેવ 

રીત :

સૌપ્રથમ બાફેલા બટાકાને મેશ કરી લો. પછી એક કડાઈમાં તેલ મૂકી તેમાં લીલાં મરચાં, જીરું, ઝીણી સમારેલી ડુંગળી, બાફેલા વટાણા નાખી હલાવો. ત્યારબાદ મેશ કરેલા બટાકા નાખી હલાવો. હવે તેમાં મીઠું, આમચૂર પાઉડર, લાલ મરચું નાખી સ્ટફિંગ તૈયાર કરી લો. પછી એક તાસકમાં ઘઉંનો લોટ તેમાં તેલ, અજમો નાખી નરમ કણક બાંધો. કણકમાંથી રોટલી વણી વચ્ચે કાપો પાડી સ્ટફિંગ ભરી સમોસા બનાવો. હવે કડાઈમાં તે તેલ ગરમ કરો. તેમાં બધા સમોસા તળી લો. હવે એક પ્લેટમાં સમોસાને દબાવીને મૂકો. તેના પર કોથમીર મરચાંની ચટણી, તીખી ચટણી, ઝીણી સેવ, ઝીણી સમારેલી ડુંગળી નાખો.

Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર