ગાજરનું રાયતું

 

ગાજરનું રાયતું

સામગ્રી: 250 ગ્રામ ગાજર, 250 મિલિ દહીં, 1/2 ટી સ્પૂન વાટેલાં આદુ-મરચાં, 1 ટી સ્પૂન તેલ, 1/2 ટી સ્પૂન રાઈ, ચપટી હિંગ, 1 ટી સ્પૂન ખાંડ, 2 ટે સ્પૂન ઝીણી સમારેલી કોથમીર, મીઠું પ્રમાણસર

બનાવવાની રીતઃ ગાજર સહેજ બાફવા. બફાઈ જાય એટલે છોલીને વચ્ચેનો સફેદ ભાગ કાઢીને છીણી લેવાં. દહીં જોઈતા પ્રમાણમાં લઇને તેમાં ગાજરની છીણ ભેળવવી. આદુ, મરચાં, મીઠું પ્રમાણસર નાંખવા. હવે તેની ઉપર તેલ, રાઈ અને હિંગનો વઘાર કરીને હલાવી લેવું અને ઉપરથી ખાંડ અને કોથમીર નાંખી બરાબર હલાવી ઠંડું કરી ગાજરના રાયતાનો સ્વાદ માણો.

Comments

Popular posts from this blog

કેરેટ આઈસ્ક્રીમ |Carrot ice cream

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો