દરબારી રાયતુ

 


દરબારી રાયતુ 

સામગ્રી: 250 મિલિ મોળું દહીં, 1 ચીકુ, 1/2 કેળુ, 1 નારંગી, 1/2 હાફુસ કેરી, અડધી વાટકી પપૈયાના ટુકડા, 1 ટી સ્પૂન જીરુ પાવડર, એક ચમચી અધકચરી પીસેલી રાઈ, 2 ટી સ્પૂન ખાંડ, મીઠું પ્રમાણસર.

બનાવવાની રીતઃ મલમલના કપડામાં દહીંને લટકાવી રાખીને

દહીંનો મસ્કો બનાવવો. પાણી નીતરી જાય એટલે બધા જ ફળોના ટુકડા કરી તેમાં નાંખવા. એમાં નારંગીનો રસ પણ ઉમેરી શકાય. જેથી રંગીન રાયતું થશે. બીજા મનપસંદ ફળો પણ તમે ઉપયોગમાં લઈ શકો. હવે આ મિશ્રણમાં મીઠું, જીરાનો ભૂકો, પીસેલી રાઈ અને થોડીક ખાંડ નાંખી હલાવો અને ઠંડું કરીને પીરસો.

Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર