રાઈસ એન્ડ વેજિટેબલ ચિલ્લા

 


રાઈસ એન્ડ વેજિટેબલ ચિલ્લા

સામગ્રી : 

એક કપ રાંધેલા ચોખા (હળવેથી મસળેલા), ત્રણ ટેબલસ્પૂન રવો, પોણો કપ અડદની દાળનો લોટ, અડધો કપ ખમણેલી કોબી, અડધો કપ ખમણેલું ગાજર, એક ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર, બે ટીસ્પૂન ઝીણાં સમારેલાં લીલાં મરચાં, અડધી ટીસ્પૂન લાલ મરચાંનો પાઉડર, એક કપ ઘટ્ટ છાસ, મીઠું સ્વાદાનુસાર, તેલ ચોપડવા અને શેકવા માટે.

રીત: 

એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, સારી રીતે મિક્સ કરી લો. તેને દસથી પંદર મિનિટ માટે બાજુ પર રાખો. એક નોનસ્ટિક તવાને ગરમ કરી, થોડું તેલ ચોપડી ઉપર બનાવેલું મિશ્રણ થોડું રેડી તેને ચમચા વડે ફેલાવીને ગોળા બનાવો. થોડા તેલની મદદથી ચિલ્લાની બંને બાજુએ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો. બચેલા મિશ્રણ વડે બાકીના ચિલ્લા બનાવી લો. લીલી ચટણી સાથે ગરમગરમ પીરસો. એક સાથે તવા પર પાંચથી સાત ચિલ્લા બનાવી શકો છો અથવા તમે મિની ઉત્તપા પૅન પણ વાપરી શકો છો.

Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર