બ્રેડ કસાટા વીથ ડ્રાયફૂટ |Bread Cassata with Dry Fruit

 

બ્રેડ કસાટા વીથ ડ્રાયફૂટ |Bread Cassata with Dry Fruit


સામગ્રી : બ્રેડનું પેકેટ, ૧ લીટર દૂધ, ૧૦૦ ગ્રામ મલાઈ, ૨૦૦ ગ્રામ ખાંડ, ૩ નંગ ગ્લુકોઝ બીસ્કીટ, ૧ નાની ખમણેલી કેડબરી ચોકલેટ, ૨૫ "ગ્રામ અખરોટના ટુકડા, ૨૫ ગ્રામ કીસમીસ, ૫૦ ગ્રામ કાજુના ટુકડા, તળવા માટે ડાલ્ડા ઘી ૧૦૦ ગ્રામ, ૫૦ ગ્રામ દૂધ ખાંડ. ડ નાંખેલું, ૧૦ નંગ લાલ ચેરીના ટુકડા, ૨ ટીપાં એસેન્સ કેસર અથવા ગુલાબ.


રીત :

સહુ પ્રથમ પાઉની સ્લાઈસને ગોળ વાટકીથી કાપી ધીમા તાપે સોનેરી રંગના તળી લેવા. ૫૦ ગ્રામ ખાંડ નાંખેલા દૂધમાં ૧૦ મિનિટ પલાળી દબાવી કાઢી લેવા. હવે ૧ લીટર દૂધને બરાબર ઉકાળવુ. અડધું રહે એટલે ખાંડ નાખી હલાવવું. કીસમીસને પાણીમાં પલાળી રાખવી. ૨ ચમચા દૂધ લઈ તેમાં અખરોટ કાજુનો ભૂકો મિક્સ કરી મીક્સરમાં વાટી લેવો. ગ્લુકોઝ બીસ્કિટ તથા કેડબરી ચોકલેટ પણ સાથે મીક્સ કરી લેવો. હવે દૂધ ઉકાળેલું ઠંડુ પડે એટલે કિસમિસ આખી નાંખી દેવી. એસેન્સ નાંખી દેવું. ફ્રીઝમાં સેટ કરતા પહેલા ફ્રીઝ ૧ કલાક પહેલા કૂલ ઉપર મૂકવું. એલ્યુમિનિયમની ટ્રેમાં સેટ કરવા મૂકવું. ૧ કલાક પછી ફરી મીક્સરમાં બધું સેટ કરવું. આ રીતે ૩ વખત કરવું. ૬ કલાકમાં આઈસ્ક્રીમ તૈયાર થશે. આપતી વખતે પાઉંની સ્લાઈસ પણ ૧ કલાક પહેલાં ફીઝરમાં સેટ કરવા મુકવી. તે સ્લાઈસ ઉપર ૧ ચમચો આઈસ્ક્રીમ મુકી મુકી ઉપર લાલ ચેરીનું અડધીયું મૂકી દેવું. બને ત્યાં સુધી ર આઈસ્ક્રીમનો ગોળ ચમચો આવે છે તે લેવો જેથી ગોળ લાડવા જેવો ઘાટ આવે.

Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર