કેરેટ આઈસ્ક્રીમ |Carrot ice cream

 

કેરેટ આઈસ્ક્રીમ |Carrot ice cream

સામગ્રી : ૧ લીટર દૂધ, ૫૦૦ ગ્રામ ગાજર, ૨૦૦ ગ્રામ માવો, ૩૫૦ ગ્રામ ખાંડ, ૧૦૦ ગ્રામ ક્રીમ (નાખવું હોય તો) ૨ ટી.સ્પૂન ચાઈના ગ્રાસ, આઈસ્ક્રીમ એસેન્સ, સૂકોમેવો: બદામ, કાજુ, દ્રાક્ષ, એલચી વગેરે 

(ઘરે સંચો હોય તો તેમાં બનાવવો હોય તો બરફ ૪ કિલો મીઠું ૧ કિલો.

રીત : 

 ખમણી લેવું. ખમણેલું ગાજર અને દૂધ મિક્સરમાં એકરસ કરો. માવાને ખમણી લો. થોડા ઠંડા દૂધમાં ચાઈના ગ્રાસ ઓગાળો. હવે ગાજરને દૂધના મિશ્રણને ઉકાળો (અડધો કલાક ઉકાળો) પછી તેમાં ખાંડ નાખી ઉકાળો. ત્યારબાદ માવાને ઉકળતા દૂધમાં નાખી, સતત હલાવો, જેથી નીચે બેસી ન જાય. તે ઉકળતા મિશ્રણમાં ઓગાળેલ ચાયના ગ્રાસનું મિશ્રણ નાખો. થોડીવાર પછી નીચે ઉતારી ઠરવા દો. ઠરી ગયેલા મિશ્રણને આઈસ્ક્રીમના સંચાની કોઠીમાં રેડો. ત્યારબાદ તેને હલાવો (કોઠીમાં બરફને મીઠું નાખવું) સારો એવો ઘટ્ટ થઈ જાય ત્યારે ચમચાથી સરસ રીતે નીચે તળિયા સુધી હલાવો. ત્યારબાદ અંદર ક્રીમ-એસેન્સ- સૂકોમેવો નાખી પાછી જમાવો. નોંધ: ફ્રીઝમાં સેટ કરવા મૂકો તો એકવાર સેટ થયા બાદ ટુકડા કરી મીક્સરમાં એકરસ કરો. ત્યારબાદ ક્રીમ એસેન્સ, સૂકોમેવો નાખો અને પાછો ફ્રીઝમાં સેટ કરવા મુકો.



Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર