ચિલી પોટેટો |Chili potato

 

ચિલી પોટેટો |Chili potato

સામગ્રી:

૪ નંગ મોટા બટાટા, અડધી વાટકી

કોર્નફ્લોર, ૪ ચમચી ચોખાનો લોટ,

ચમચી લાલ મરચું, ૧ ચમચી મરી

પાઉડર, મીઠું, ૨ ચમચી ચિલી સોસ,

તળવા માટે તેલ, ૨ ચમચી લીલી

ડુંગળીનાં પાન, ૨ ચમચી લસણ, ૨

ચમચી આદું, ૨ ચમચી લીલાં મરચાં,

૧ ડુંગળી, ૪ ચમચી કેપ્સિકમ, ૧

ચમૅચી સોયા સોસ, ૪ ચમચી ચિલી

સોસ, ૪ ચમચી ટોમેટો સોસ


રીત : સૌપ્રથમ બટાટાની છાલ કાઢી લાંબી સ્લાઈસ કાપો. પછી એક પ્લેટમાં આ સ્લાઈસ લો. તેમાં કોર્નફ્લોર, ચોખાનો લોટ, લાલ મરચું, મરી પાઉડર, મીઠું, ટોમેટો સોસ નાંખી સરખી રીતે મિક્સ કરો. પછી એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં આ સ્લાઈસ તળી લો. ત્યારબાદ એક નોનસ્ટિક પૅનમાં તેલ મૂકો. તેમાં વાટેલું લસણ, લીલાં મરચાં અને આદું નાખી સાંતળો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળો. તેમાં કેપ્સિકમ નાખો. હવે તેમાં સોયા સોસ, ટોમેટો સોસ અને ચિલી સોસ નાખી હલાવો. એક વાટકીમાં કોર્નફ્લોર અને પાણી મિક્સ કરી તે ઉમેરો. ઘટ્ટ થાય પછી બનાવેલી બટાટાની ફ્રાઈડ ઉમેરો. બરાબર હલાવી લીલી ડુંગળીનાં પાનથી ગાર્નિશ કરો.

Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર