પનીર બિરયાની
પનીર બિરયાની
સામગ્રી : 300 ગ્રામ પનીર, 2 કપ ચોખા, 1 કપ બાફેલા વટાણા, 1 ચમચી આદુ-લસણની પેસ્ટ, 2 કપ ઘાટુ દહીં, 4 સમારેલા મરચાં, 1/2 ચમચી કેસર, લીંબુનો રસ અને લાલ ચટણી, 1/4 ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો, એલચીનો પાવડર, 1 મરી, લવિંગ, લીમડો, 2 ચમચા દૂધ અને ઘી, કોથમીર અને કૂદીનો, સુશોભન માટે દ્રાક્ષ, કાજુ અને બદામ. 2 ચમચા બ્રાઉન
બનાવવાની રીત :
ચોખાને પાણીથી ધોઈ તેમાં પાંચ કપ પાણી નાખી ઉકાળી લો. ઉકાળતી વખતે તેમાં લીમડો, મીઠું, મરી, લવિંગ અને એલચી પણ નાખવી. 15 મિનિટ સુધી ચડવા દેવું. પનીરના નાના ટુકડાં કરવા. હવે એક બાઉલમાં દહીં, મીઠું, ચટણી, હળદર અને લીંબુનો રસ નાંખવો. થોડી વાર પછી તેમાં પનીરના ટુકડાં નાખવા. દૂધમાં કેસર નાખી તેને રહેવા દો. ભાત ચડી જાય એટલે તેમાંથી વધારાનું પાણી બહાર કાઢી નાખો. હવે એક વાસણમાં ઘી ગરમ કરવા મૂકો. તેમાં મરચા અને આદુ-લસણની પેસ્ટ નાખો. થોડી વાર પછી તેમાં પનીરનું મિશ્રણ નાખો. કથ્થઈ રંગ આવે એટલે ગેસ બંધ કરી દો. હવે એક માટું વાસણ લો. તેમાં ભાતનું લેયર બનાવો. તેની ઉપર પનીરનું લેયર પાથરો, તેમાં થોડા વટાણા નાખો. તેની ઉપર ગરમ મસાલો, ચપટી એલચીનો પાવડર અને અડધુ કેસરવાળું દૂધ નાખો. તેના પર કોથમીર, ફૂદીનો અને 1 ચમચી ઘી નાખો. હવે આવી જ રીતે ફરીથી લેયર પાથરો. આ મોટા વાસણને ઢાંકીને દસ મિનિટ ઊંચી આંચે ચડવા દો. કથ્થઈ કાંદા અને સૂકામેવાથી સુશોભિત કરી પીરસો. પનીર બિરયાની સાથે પાપડ, બુંદીનું રાયતુ અથવા મિક્સ વેજ રાયતુ પીરસી શકો છો.
Comments
Post a Comment