દહીં બુંદી ચાટ |dahi Bundi chat

 

દહીં બુંદી ચાટ |dahi Bundi chat

સામગ્રી : 

૧ વાટકી તીખી બુંદી, ૧ વાટકી દહીં, ૩ ચમચી દાડમના દાણા, ૩ ચમચી ઝીણી સેવ, તીખી ચટણી, લીલી ચટણી અને ખજૂરની ચટણી, ૩ ચમચી મસાલા સિંગ, ૫ નંગ પાપડી પૂરી

રીતઃ સૌપ્રથમ એક બાઉલમાં પાપડી પૂરી લો. પછી તીખી બુંદી લો. હવે દહીંમાં મીઠું અને ખાંડ નાખી બ્લેન્ડરથી બ્લેન્ડ કરો. પછી તેના પર દહીં નાંખો. હવે તેમાં દાડમના દાણા, ઝીણી સેવ, મસાલા સિંગ અને તીખી ચટણી, ગળી ચટણી, લીલી ચટણી નાખો, છેલ્લે કોથમીરથી ગાર્નિશ કરો. તૈયાર છે ચટપટી દહીં બુંદી ચાટ.

Comments