કિચન માટેની મહત્ત્વની ટિપ્સ |Important tips for the kitchen

કિચન માટેની મહત્ત્વની ટિપ્સ|Important tips for the kitchen

કુકરના ઢાંકણામાં દાળ ઊભરાઈને બહાર આવવી

ઘણી વખત કુકરમાં દાળ મૂકી હોય તો તે ઊભરાઈને બહાર આવે છે. આમ ન થાય દાળ મુકતી વખતે દાળ સાથે સ્ટીલની એક નાનકડી વાડકી મુકી દેવી. જેથી દાળ ઊભરાશે નહીં તેમજ કુકરની સિટીમાંથી ફક્તવરાળ જ નીકળશે.

 • સરગવાની સીંગને સ્ટોર કરવા

સરગવાની સીંગને વટાણાની માફક જ ફ્રિઝરમાં સરગવાની સીંગને લાંબા સમય માટે રાખી શકાય છે. સરગવાની સીંગને ધોઈ તેના ટુકડા કરી ડબામાં અથવા તો પ્લાસ્ટિકની શૈલીમાં રાખી દેવી. દોઢ-બે મહિના સુધી બગડતી નથી હોતી.

• મીઠામાં ભેજ

મીઠાને ભેજ લાગી જાય તો મીઠું ચોટી જતું હોય છે.તેવામાં મીઠાની બોટલમાં થોડા ચોખા મુકી દેવા જેથી મીઠામાંનું મોઇશ્વર ચોખાના દાણા શોષી લેશે અને મીઠુ કોરું થઈ જતાં સરળતાથી નીકળશે.

• ચાકુની ધાર

ચાકુની ધાર બુઠ્ઠી થઈ જતી લાગે તો તેને મીઠાની બરણીમાં બે-ત્રણ મિનિટ ફેરવવાથી ધાર તેજ થઇ જશે.

>રાજમા પલાળતા ભૂલી ગયા હોય તો

રાંધતા પહેલા રાજમા પલાળતા ભૂલી ગયા હોય તો પ્રેશર કુકરમાં પાણી નાખી તેમાં એક ચમચો મીઠું નાખી એક સીટી મારવી. કુકર ઠંડુ પડે પછી તેમાં એક કપ આઇસ ક્યુબ નાખવી. મીઠું અને આઇસ ક્યુબથી રાજમા જલદી ગળી જાય છે. બે-ત્રણ સીટી વાગી જાય પછી ગેસને પાંચ-સાત મિનીટ માટે ધીમો કરી બફાવા દેવું અને ગેસ બંધ કરીને કુકરને ઠંડુ પડવા દઈ ખોલવું.

• લસણ છોલવા

લસણને સરળતાથી છોલવા માટે લસણની કળીઓને થોડી વાર ગરમ પાણીમાં મુકી દેવી.તોડી વાર પછી બહાર કાઢી લસણની કળીનો ફક્ત ઉપરનો ભાગ કાઢવાથી આખું ફોતરું જ નીકળી જશે.


>કોથમીરની ચટણીનો રંગ જાળવવા

કોથમીરની ચટણી તાજી હોય ત્યારે લીલીછમ દેખાતી પરંતુ હોય છે. થોડીવારમાં તેમજ ફ્રિજમાં રાખવાથી તેનો રંગ કાળો પડી જતો હોય છે. તેવામાં ચટણી બનાવતી વખતે તેમાં એક ચમચો દહીં ભેળવવાથી ચટણીનો રંગ લીલોછમ રહેશે.

>સફરજનના ટુકડા કાળા નહીં પડે

સફરજનના ટુકડા સમાર્યા પછી કાળા પડી જતા હોય છે તેથી તેને તાજા રાખવા માટે ટુકડાને મીઠું અને લીંબુનો રસ ભેળવેલા ઠંડા પાણીમાં થોડીવાર રાખી કાઢી લેવાથી તાજા જ રહેશે.


• મરચું સમાર્યા પછી હાથમાં બળતરા

મરચાં સમાર્યા હોય હાથમાં બળતરા થતી હોયછે. તેવામાં વિવિધ ટિપ્સ અજમાવાથી ઠંડક્ પ્રદાન થાય છે 

એલોવેરા

એલોવેરામાં કુદતી જ ઠંડક સમાયેલી હોય છે જે ત્વચાને ઠંડક પ્રદાન કરે છે. મરચા સમાર્યા પછી હાથમાંની બળતરાને શાંત કરવા માટે એલોવેરા હાથમાં લગાડવાથી ભળતરા ઓછી થઈ જાય છે.

માખણ અથવા દૂધ

મરચાની બળતરાથી છૂટકારો પામવા દહીં અથવા તો ઘરનું માખણ લગાડી પાંચ મિનીટ પછી હાથ ધોઈ નાખવા ઠંડક પ્રદાન થશે.

મધ

મધમાં અનેક ઔષધીય ગુણો સમાયેલા હોય છે. મરચા સમાર્યા પછી હાથમાંની બળતરાને ઠંડક આપવા માટે મથને હાથ પર મધ લગાડવાથી બળતરા શાંત થઈ જશે.

લીંબુ

લીંબુ લગાડવાથી જલન શાંત થાય છે તેમજ ત્વચા પર કોઈ વિપરીત અસર થતી નથી.


આઇસ ક્યુબ


મરચા સમાર્યા પછી હાથ પરની બળતરા દૂર કરવા માટે આઈસ ક્યુબ હાથ પર ઘસવું રાહત મળશે.


Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર