કાચી કેરીની ચટણી
કાચી કેરીની ચટણી
સામગ્રી : ૨ નંગ કાચી કેરી, ૧ નાની ડુંગળી, ૨ નંગ લીલાં મરચાં, કોથમીર, ૧ ચમચી જીરું, ૧ ચમચી લાલ મરચું, ૪ નંગ લસણ, મીઠું, ખાંડ, તેલ
રીત:
સૌપ્રથમ કાચી કેરીની છાલ કાઢી નાના કટકા કરો. ડુંગળીના પણ કટકા કરો. હવે એક મિકસર જારમાં કાચી કેરી, ડુંગળી, લીલાં મરચાં, કોથમીર, જીરું, મીઠું, લસણ, ખાંડ અને છેલ્લે થોડું તેલ નાખી પીસી લો. | કાચી કેરીની ખાટીમીઠી ચટણી તૈયાર છે.
Comments
Post a Comment