મેંગો માલપૂઆ |Mango malpua

 

મેંગો માલપૂઆ |Mango malpua

સામગ્રી:

૧ કપ કેરીનો પલ્પ ૨ કપ મેંદો અડધી વાટકી કાજુ બદામ-પિસ્તાંની કતરણ જરૂર મુજબ ખાંડ તળવા માટે તેલ ૩ તાંતણા કેસર ૫ ચમચી મિલ્ક પાઉડર જરૂર મુજબ દૂધ 

રીત :

સૌપ્રથમ એક કેરીની છાલ ઉતારી તેનો પલ્પ તૈયાર કરો. એક બાઉલમાં મેંદો, મિલ્ક પાઉડર અને કેરીનો પલ્પ ઉમેરી એકરસ કરો. જરૂર લાગે તો થોડું દૂધ નાખી પૂડલા જેવું બેટર તૈયાર કરી લો. તેને થોડી વાર રહેવા દો. ત્યારબાદ એક તપેલીમાં ખાંડ અને તે ડૂબે તેટલું પાણી નાખી તેમાં કેસરના તાંતણા નાખી ગેસ પર ચાસણી તૈયાર કરી લો. પછી એક નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. બેટરમાંથી ગોળ ચમચાથી માલપૂઆ ઉતારો. તેને બંને બાજુથી સોનેરી કરો. હવે માલપૂઆને ખાંડની ચાસણીમાં નાખી દો. થોડી વારમાં તેમાંથી કાઢી એક પ્લેટમાં રાખો. તેના પર કાજુ-બદામ- પિસ્તાંની કતરણ નાખી ગાર્નિશ કરીને સર્વ કરો.

Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર