મલ્ટિ ગ્રેઇન પૂડલા |Multi grain pudala

 

મલ્ટિ ગ્રેઇન પૂડલા |Multi grain pudala 

સામગ્રી:

૨ ચમચી ચણાદાળ ૨ ચમચી મગદાળ ૨ ચમચી તુવેરદાળ ૨ ચમચી ચોળાદાળ ૨ ચમચી મસૂરદાળ ૫ ચમચી ચોખા ૩ લીલાં મરચાં કોથમીર, મીઠું, રોજિંદા મસાલા ૨ કયૂબ ચીઝ, જરૂર મુજબ તેલ કોથમી-મરચાંની ચટણી 

રીત : 

સૌપ્રથમ બધી દાળ અને ચોખાને બેત્રણ વખત ધોઈ અને સાતથી આઠ કલાક પલાળી રાખો. બીજા દિવસે તેને મિક્સરમાં નાખી તેમાં લીલાં મરચાં, કોથમીર નાખી ક્રશ કરી લો. પછી પાણી નાખી બેટર તૈયાર કરી લો. આ બેટરને બે કલાક રાખી મૂકો. હવે તવી ગરમ કરી બેટરમાંથી પૂડલાં ઉતારો. થોડું તેલ નાખી. પૂડલાં પર કોથમીર-મરચાંની ચટણી પાથરો. તેના પર ચીઝ છીણી લો. ત્યારબાદ પૂડલાનો રોલ તૈયાર કરી તેને કટ કરી ચીઝથી સજાવો.

Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર