પાન ગુલકંદ આઈસક્રીમ | Pan Gulkand Ice Cream

 

પાન ગુલકંદ આઈસક્રીમ | Pan Gulkand Ice Cream

સામગ્રી:

૧ વાટકી મલાઈ 

૧ વાટકી મિલ્ક પાઉડર

 ૪ ચમચી ગુલકંદ 

૫ નંગ નાગરવેલનાં પાન 

૩ ચમચી ટૂટીફૂટી 

૪ ચમચી ખાંડ 

૪ ચમચી કાજુ- બદામ 

૪ ચમચી વરિયાળી 

રીતઃ 


સૌપ્રથમ એક મિક્સર જારમાં વરિયાળી, કાજુ, બદામ, ગુલકંદ, નાગરવેલનાં પાનના નાના કટકા કરી નાખવા. મલાઈ ને ખાંડ નાખી ક્રશ કરી લો. તેમાં મિલ્ક પાઉડર નાખી ફરીથી ક્રશ કરી લો. ત્યારબાદ આ મિશ્રણને એક એરટાઈટ પ્લાસ્ટિકના ડબ્બામાં રાખી ઉપર ટૂટીફૂટી નાખો. હવે ઢાંકણ બંધ કરી આ ડબ્બાને ફ્રીઝરમા ૮ કલાક માટે રાખો. આ પાન ગુલકંદ આઈસક્રીમને કાચના કપમાં સર્વ કરો. તેના પર કલરફુલ ટૂટીફૂટીથી ગાર્નિશ કરો.

Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર