Paneer Lentil Parotta |પનીર મસૂર પરોઠા

 
Paneer Lentil Parotta |પનીર મસૂર પરોઠા


સામગ્રી:

 કણિક માટેઃ સાડા ત્રણ કપ ઘઉંનો લોટ, 

એક ટેબલસ્પૂન તેલ, 

મીઠું સ્વાદાનુસાર. 

પૂરણ માટેઃ અડધો કપ ભુક્કો કરેલું પનીર, 

પોણો કપ આખા લાલ મસૂર, 

અડધો કપ સમારેલા કાંદા, 

એક ટીસ્પૂન મરચું પાઉડર, 

પોણા બે ટીસ્પૂન હળદર, 

એક ટીસ્પૂન ધાણા પાઉડર, 

મીઠું સ્વાદાનુસાર, 

ઘઉંનો લોટ વણવા માટે, 

તેલ રાંધવા માટે.


રીતઃ 

સૌથી પહેલાં કણિક બાંધો. આ કણિકને ઢાંકીને બાજુ પર રાખો. પૂરણ માટે મસૂરને ધોઈને બાઉલમાં આઠ કલાક પલાળી રાખ્યા બાદ નિતારી લો. એક

ઊંડા નોન સ્ટિક પૅનમાં એક કપ પાણી સાથે મસૂર મેળવી પૅનને ઢાંકી મધ્યમ તાપ પર થવા દો. મસૂર બરાબર રંધાઈ જાય ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહી રાંધી લો. પછી તેને નિતારી લો અને મસૂરને બટાટા મસળવાના સાધન વડે અધકચરા મસળી લો. એક ઊંડા બાઉલમાં મસૂરનું મિશ્રણ, પનીર, કાંદા, મરચું પાઉડર,હળદર, ધાણા પાઉડર અને મીઠું મેળવી મિક્સ કરી લો. કણિકનાં ગૂંડલાં કરી તેને વણી લો. પૂરી જેટલું મોટું વણાય એટલે એમાં પૂરણનો એક ભાગ મૂકો. પછી તેની દરેક બાજુઓ વાળીને મધ્યમાંથી બંધ કરી લો (કચોરી બનાવીએ એ રીતે). તેને ફરીથી ગોળાકાર ઘઉંના લોટની મદદથી વણી લો. પરોઠાને નોન સ્ટિક તવામાં તેલની મદદથી બંને બાજુ બ્રાઉન થવા દો. પરોઠાને દહીં સાથે પીરસો.

Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર