ફણગાવેલાં કઠોળનું સલાડ |Sprouted Bean Salad

 

ફણગાવેલાં કઠોળનું સલાડ |Sprouted Bean Salad


સામગ્રીઃ 

ફણગાવેલા ચણા, મગ, મઠ, ચોળી વગેરે ૧૦૦ ગ્રામ. કોથમીર-૧થી ૨ ચમચી, લીલાં મરચાં-૨, એક નાનો ટુકડો આદું, ૨૫ ગ્રામ કોબી, ૫૦ ગ્રામ કાકડી/ચીભડાં, એક મોટું ટામેટું, પ ગ્રામ મરી પાઉડર, પ ગ્રામ ગરમ મસાલો, અડધું લીંબુ, એક ચમચી ખાંડ, લાલ મરચું, મીઠું પ્રમાણસર.

રીત: 

દરેક ફણગાવેલાં કઠોળને મિક્સ કરીને પણ સલાડ કરી શકાય. એક ડિશમાં જુદાં જુદાં કઠોળ ગોઠવી દરેક ઉપર ગરમ મસાલો છાંટી કોબીજનું કચુંબર નાખી તેના ઉપર કાકડી/ચીભડાંના પીસ, ટામેટાંના પીસ ગોઠવવા. આદું-મરચાંની ઝીણી પાતળી ચીરીઓ મૂકવી. ઉપર લીંબુ નીચોવવું, ખાંડ, મીઠું, ગરમ મસાલો, મરચું પ્રમાણસર નાખવું. ઉપર ધાણાભાજી ભભરાવવી. આમ, ડેકોરેટિવ સલાડ તૈયાર કરી જમવામાં તેમજ નાસ્તામાં લેવું.

Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર