મુઘલાઈ વેજ બિરયાની

 વિવિધ પ્રકારની બિરયાની


હાલમાં કેરીની સિઝન ચાલી રહી છે. આમ તો કેરી બધાને ખૂબ ભાવતી હોય છે પરંતુ ઘણી વાર બહુ કેરી ખાધા પછી ખીચડી, પુલાવ કે બિયાની જેવી હળવી વાનગી ખાવાની ઈચ્છા થાય છે, તો આજે આપણે વિવિધ પ્રકારની બિરયાની બનાવીશું.

મુઘલાઈ વેજ બિરયાની

સામગ્રી : 2 કપ ચોખા, 2 ચમચી મીઠું, 1 ચમચો લીંબુનો રસ, 1/2 કપ વટાણા અને વાલ, 1 કપ સમારેલા ગાજર અને ફલાવર

 મસાલા માટે: 1 ચમચો કાજુ અને તાજા નાળિયેરનું છીણ. 1/2 ચમચી ખસખસ, 2 નાના છીણેલા કાંદા, 1/3 કપ તેલ, 1/2 લીમડાનું પાન અને 1/4 ધાણાજીરુ, 4 લવિંગ અને 2 એલચી અને 1 તજ, 1 ચમચી ગરમ મસાલો, આદુ અને લસણની પેસ્ટ, 2 મધ્યમ કદના ટામેટાંની પ્યુરી, 1/2 કપ દહીં, કોથમીર અને કૂદીનો, 2 ચમચી લાલ ચટણી, 1/2 ચમચી કેસર મેળવેલું. 1/2 કપ દૂધ, 2 ચમચા ઘી, 

ટોપિંગ માટે: 2 મધ્યમ કદના કાંદા, 8 કાજુ, તળવા માટે તેલ


 રીત : 


ચોખાને પાણીથી ધોઈ લો. ત્યારબાદ તેને 8  કપ પાણીમાં મીઠું અને લીબુંનો રસ નાખી ઉકાળી લો. ચોખા નરમ થઈ જાય ત્યારે તેનું બાકીનું પાણી કાઢી લો. તેને ઠંડા પાણીથી ધોઈ લો. હવે એક મોટા વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. તેમાં ગાજર, વાલ અને વટાણા નાંખી બે મિનિટ ઉકાળો. પછી તેમાં ફુલાવર નાખી બે મિનિટ ઉકળવા દો. બધા શાકભાજીને અધકચરા બફાવા દેવા. હવે તેમાંથી વધેલું પાણી નીતારી લો. કાજુ, ખસખસ અને નાળિયેરના છીણમાં બહુ જ ઓછું પાણી નાખીને તેની પેસ્ટ બનાવી લો. એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકો. તેમાં કાંદા નાખી 10 મિનિટ સુધી સાંતળો. હવે તેમાં લીમડો, એલચી, લવિંગ અને તજ નાખી, મધ્યમ આંચે 1 મિનિટ સુધી ચડવા દો. ત્યારબાદ તેમાં આદુ અને લસણની પેસ્ટ નાખો, પછી તેમાં નાળિયેરની પેસ્ટ નાંખો. ટામેટાની પ્યુરી નાખી 4 મિનિટ સુધી ચડવા દો. તે વાસણને ગેસ પરથી ઉતારી લો. હવે તેમાં દહીં નાખી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેને ફરી ગેસ પર મૂકો. ધીમી આંચે તેમાં ગરમ મસાલો, લાલ ચટણી અને ધાણાજીરું પાવડર નાખો, હવે તેમાં શાકભાજી અને મીઠું ઉમેરો, 10 મિનિટ સુધી ચડવા દો. ત્યારબાદ તેમાં અડધી કપ પાણી ઉમેરી ફરી પાંચ મિનિટ પકાવો. હવે બેકિગ ડિશના તળિયે તેલ ચોપડો. ડિશમાં ચોખાનું પહેલું લેયર પાયરો. તેમાં અડઘી કોથમીર અને કૂદીનો, બધા શાકભાજી અને ગ્રેવી પાથરો, વધેલી સામગ્રીને ફરીથી આવી જ રીતે લેયર બનાવો અને તેમાં દૂધ અને કેસરનું મિશ્રણ નાખી અને સૌથી ઉપર ઘી નાખો. બેકિંગ ડીશને ઢાંકી દો. 350 ફેરનહિટ તાપામાને 15 મિનિટ સુધી બેક થવા દો. જો ઓવન ન હોય તો છીછરા વાસણમાં આવી રીતે લેયર બનાવીને ગેસ પર પણ પકાવી શકો છો. કાંદાની પાતળી સ્લાઈસને તેલમાં તળી લો. ત્યારબાદ કાજુને પણ આછા કથાઈ રંગના તળી લો. ઓવનમાંથી બિરયાની કાઢો એટલે કાંદાની સ્લાઈસ અને કાજુને તેના ઉપર પાથરો. મુધલાઈ બિરયાનીને દહીં અથવા રાયતા સાથે પીરસો.

Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર