પનીર મખની

 પનીર મખની



સામગ્રી :  

બે લવિંગ બે એલચી બે લાલ મરચાં ૧ ચમચી ઘી તેલ, મીઠું, રોજિંદા મસાલા, પ ચમચી મગજતરીના બી ૧૦ નંગ કાજુ ૧ નંગ ડુંગળી ૧ નંગ ટામેટું ૧ ચમચી કિંચન કિંગ મસાલો ૧૦૦ ગ્રામ પનીર 


રીત : 

એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેમાં બે લાલ મરચાં, ત્રણ એલચી, બે લવિંગ, પંદર નંગ કાજુ સાતળો. તેમાં એક નંગ ડુંગળીના કટકા સાતળો. પછી એક કપ ટામેટા અને એક ચમચી પલાળેલા મગજતરીના બી ઉમેરી મિકસ કરો. હવે મીઠું ઉમેરો. પાંચ મિનિટ સાંતળો પછી ઠંડું થાય પછી તેને મિક્સરમાં ક્રશ કરી ગ્રેવી તૈયાર કરો. એક કડાઈમાં એક ચમચી ઘી ગરમ કરો. સો ગ્રામ પનીરને સાંતળો. તેમાં મીઠું, લાલ મરચું નાખી તૈયાર કરો. હવે આ પનીરને ગ્રેવીમાં મિક્સ કરી લો. ઉપરથી કોથમીર નાખી સર્વ કરો.

Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર