Aata swiss role | આટા સ્વીસ રોલ
આટા સ્વીસ રોલ
સામગ્રીઃ
બહારના પડ માટે : ઘઉંનો લોટ ૧ કપ,
કોપરાનું છીણ-૨ ચમચી,
દળેલી ખાંડ-૩ ચમચી,
એલચી પાઉડર,
૧/૪ ચમચી,
કેસર-ચપટી,
દૂધ-જરૂર મુજબ ઘી-૨ ચમચી.
સ્ટફિંગ માટે : મોળો માવો-૧૦૦ ગ્રામ,
દળેલી ખાંડ-૫૦ ગ્રામ, એલચી પાઉડર ૧/૪ ચમચી
રીત :
સૌપ્રથમ ઘઉંના લોટને ચાળીતેમાં દળેલી ખાંડ, કોપરાનું છીણ, એલાયચી પાઉડર દૂધમાં ઓગાળી કેસરવાળું દૂધ નાખી પૂડલો પડે એવું બટર તૈયાર કરવું. ત્યારબાદ નોનસ્ટિક તવી ગરમ કરી તેના પર પૂડલો પાડી બંને બાજુ ઘી મૂકી પૂડલો શેકી ઠંડો થવા રાખવો. તે ઠંડો થાય ત્યાં સુધી માવો છીણી તેમાં દળેલી ખાંડ, એલાયચી પાઉડર મિક્સ કરી પૂરણ તૈયાર કરવું. તે પૂડલા પર લગાવી ગોળ રોલ વાળવો. રોલ થોડો ટાઈટ વાળવો ત્યારબાદ તેના નાના નાના પીસ કરી સર્વ કરવા.
નોંધ : તમારે ચાંદીનો વરખ લગાવવો હોય તો લગાવી શકો છો. કાજુ-બદામનો પાઉડર કરી સ્ટફિંગમાં નાખવો હોય તો નાખી શકાય.
Comments
Post a Comment