Bajara na pudla | બાજરાના પૂડલા
બાજરાના પૂડલા
સામગ્રી :
૧ વાટકી બાજરાનો લોટ,
ઝીણાં સમારેલાં ટામેટા અને ડુંગળી ચાર ચમચી,
૨ નંગ લીલાં મરચાં,
કોથમીર,
મીઠું તેલ
રીત :
સૌપ્રથમ બાજરાના લોટને એક બાઉલમાં લો અને તેમાં થોડું પાણી નાખી ખીરું તૈયાર કરી લો. પછી તેને પંદર મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ ઝીણાં સમારેલા ટામેટા અને ડુંગળી તેમાં નાખો. લીલાં મરચાંને પણ કટકા કરી નાખો. કોથમીર, મીઠું નાખી એકરસ કરો. હવે નોનસ્ટિક તવીમાં તેલ મૂકી ખીરામાંથી નાના પૂડલા તૈયાર કરો. તેને બંને બાજુથી શેકી લો. આ પૂડલાને સોસ કે દહીં સાથે સર્વ કરો.
Comments
Post a Comment