Fresh raspbery margarita |ફ્રેશ રાસબેરી માર્ગારિટા
ફ્રેશ રાસબેરી માર્ગારિટા
સામગ્રી :
આઈસ સિઝનિંગ કરેલા ગ્લાસ,
રાસબેરી ૮થી ૧૦ નંગ,
લાલ રંગ ચપટી, (મરજિયાત),
દળેલી સાકર ચારથી પાંચ ચમચી,
સ્ટ્રોબેરી અથવા મિક્સ ફ્રૂટ એસેન્સ બેથી ત્રણ ડ્રોપ,
પાણી ત્રણથી ચાર ગ્લાસ,
કોર્નફ્લોર ૧ ચમચી,
આદું રસ ત્રણ ચમચી,
વરિયાળી પાઉડર એક ચમચી,
સફેદ મરી પાઉડર એક ચમચી.
રીત :
(૧) રાસબેરીના ઠળિયા કાઢી મિક્સરમાં તેનો પલ્પ બનાવો. તેમાં પાણી નાખી તેમાં સાકર એસેન્સ, કોર્નફ્લોરને થોડા પાણીમાં ઓગાળી બોઈલ કરી ઠંડો કરી મિક્સ કરો. તેમાં આદું રસ, વરિયાળી પાઉડર, સફેદ મરી પાઉડર નાખી ફરી મિક્સરમાં ચર્ન કરો.
(૨) મિશ્રણને ફ્રીઝરમાં સેટ કરો.
(૩) ત્યારબાદ ફરી મિક્સરમાં ચર્ન કરી સર્વિંગ ગ્લાસમાં મિશ્રણ રેડવું. ઉપરથી આઈસક્રીમ નાખી હલાવી સર્વ કરો.
સ્વાદ મુજબ ગળપણમાં ફેરફાર કરવો. આઈસ સિઝનિંગ ગ્લાસ કરવા માટે ગ્લાસને એકદમ પાણીવાળો કરી ઊંધો કરી ફ્રીઝમાં અડધો કલાક રાખવો જેથી ગ્લાસની બોર્ડર બની જશે.
Comments
Post a Comment