ચોકલેટ ફકાસ
ચોકલેટ ફકાસ
સામગ્રી :
મોળાં બિસ્કિટ ૨૦ નંગ,
કન્ડેન્સ મિલ્ક ૧/૪ કપ,
ચોકલેટ ચિપ્સ જરૂર મુજબ,
મેલ્ટેડ ચોકલેટ ૧ કપ, ચોકલેટ
સોસ જરૂર મુજબ લેવાં.
રીત :
સૌ પ્રથમ મોળાં બિસ્કિટને મિક્સરમાં કશ કરી ત્યારબાદ બિસ્કિટના ભૂકામાં કન્ડેન્સ મિલ્ક અને ચોકલેટ ચિપ્સ ઉમેરી કઠણ લોટ બાંધવો અને તેને ૧ કલાક માટે ફ્રીઝમાં સેટ થવા મૂકવો. પછી એક પૅનમાં પાણી લેવું અને તેની ઉપર બીજું વાસણ મૂકી તેમાં ચોકલેટ મેલ્ટ કરવી. (આ પદ્ધતિને ડબલ બોઈલર કહેવાય). ત્યારબાદ ફ્રીઝમાં મૂકેલા ફકાસને કાઢી તેની ઉપર મેલ્ટેડ ચોપડવી અને ફરી ૧ કલાક માટે ફ્રીઝમાં સેટ થવા મૂકવા. સેટ થઈ ગયા બાદ તેને કટ કરવા અને ચોકલેટ સોસ રેડી તેને સર્વ કરવા. તૈયાર છે ચોકલેટ ફકાસ.
Comments
Post a Comment