Veg Sizzler | વેજ સિઝલર
વેજ સિઝલર
સામગ્રી
૨૦-૨૫ આખા મરચા,
૨ મોટાં ટમેટાં,
૨-૩ મોટી ડુંગળી,
૨-૩ કેપ્સિકમ,
૧ મધ્યમ આકારનું ફ્લાવર,
૨ ચમચી કોર્નફ્લોર,
૧/૨ ચમચી સફેદ મરચુ,
૧/૪ ચમચી આજીનો મોટો
સ્વાદ મુજબ મીઠું,
૧ કપ સરકો,
૨ ચમચા હોટ ચિલી ગાર્લિક સોસ,
કોબીજનાં ૫-૬ પાન,
૮-૧૦ લસણની કળી.
રીત :
ટમેટાં સમારી લો. કઢાઈમાં માખણ ગરમ કરો. તેમાં ટમેટાં નાખીને ૩-૪ મિનિટ સુધી સાંતળો પછી તેમાં હોટ ચીલી ગાર્લિક સોસ નાખીને ૨ મિનિટ સુધી સાંતળો.એકબીજા ફ્રાઈન પેનમાં ૧ ચમચી માખણ ગરમ કરી તેમાં ડુંગળી અને કેપ્સિકમ ગુલાબી રંગે સાંતળી તેન ટમેટાં સોસમાં નાખી દો. ફ્લાવરને સમારી ૫ મિનિટ ગરમ પાણીમાં રાખો. તેને પ્લેટમાં કાઢીને કોર્નફ્લોર, મીઠું, સફેદ મરચું, આજીનોમોટો નાખી ૧૦-૧૫ મિનિટ સુધી રહેવા દો. એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં ફુલાવરને સોનેરી રંગે તળો. હવે ૧ ચમચી કોર્નકૂલોર ૨-૩ ચમચી પાણીમાં ઘોળી તેને કેપ્સિકમમાં મિક્સ કરો. તેજ આંચ પર પાણી શોષાઈ જાય ત્યાં સુધી શેકો. જ્યારે તેલ છૂટુ પાડવા લાગે ત્યારે ફૂલાવર રાખીને ૨-૩ વખત હળવા હાથે હલાવો. સિઝલરની સામગ્રી તૈયાર થઈ ગઈ.
હોટ ચિલી ગાર્લિક સોસની રીત :
૨૦–આખા લાલ મરચાના ડીંટા કાઢીને એક વાસણમાં ૧ કપ સરકો નાખી ૨-૩ ક્લાક રહેવા દો, લસણની કળીઓને છોલી મરચાની સાથે વાટી લો. એક નાની કઢાઈમાં ૨ ચમચી તેલ ગરમ કરી, તેમાં વાટેલું મરચું નાખીને ૨ મિનિટ સુધી સાંતળો. સોસ તૈયાર છે.
સિઝલર પીરસવાની રીત
સિઝલર ટ્રેની લોખંડની ટ્રે આંચ પર ૧૦-૧૫ મિનિટ સુધી ગરમ કરો. ચીપીયાની મદદથી લાકડાની ટ્રે પર મૂકો, ઉપર ગરમ પાણીમાં પલાળેલી કોબીજના પાન પાથરો. ૨ ચમચી ઓગાળેલ માખણ ટ્રેની ચારેબાજુ પાથરો. જ્યારે ધૂમાડો નીકળવા લાગે ત્યારે સર્વ કરો.
Comments
Post a Comment