Corn cutless | કોર્ન કટલેસ
કોર્ન કટલેસ
સામગ્રી :
૧ નંગ મકાઈ (૫૦૦ગ્રામ),
૨ ચમચી ગાજર બાફેલાં,
૨ ચમચી વટાણા બાફેલા,
૨ નંગ બટાટા બાફેલા,
જોઈતા પ્રમાણમાં મીઠું,
૧ લીંબુનો રસ,
૨ ચમચી આદું-મરચાંની પેસ્ટ,
૨ ચમચી કોથમીર,
અડધી ચમચી લાલ મરચું,
અડધી ચમચી ગરમ મસાલો,
જોઈતા પ્રમાણમાં બ્રેડ ક્રમ્સ,
૪ ચમચી કોર્નફ્લોર (મેંદો).
રીત : સૌપ્રથમ મકાઈને બાફી લો. ઠંડી થયા બાદ તેના દાણા કાઢી લો. અડધા દાણાને મિક્સર જારમાં ક્રશ કરી લો. થોડા આખા દાણા રહેવા દો. હવે એક બાઉલમાં ક્રશ કરેલા મકાઈનો માવો, આખા મકાઈના દાણા, બાફેલાં ગાજર-વટાણા તથા બાફેલા બટાટાનો માવો બનાવી તેમાં ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેમાં સ્વાદાનુસાર મીઠું, ૧ લીંબુનો રસ તથા બધા મસાલા ઉમેરો. તેમાં જોઈતા પ્રમાણમાં બ્રેડ ક્રમ્સ તથા કોર્નફ્લોર ઉમેરી બરાબર મિક્સ કરી લો. આ માવામાંથી કટલેસનો તમને મનગમતો આકાર આપો. તેને આકાર આપ્યા બાદ બ્રેડ ક્રમ્સમાં રગદોળી લો. હવે એક પૅનમાં તેલ ગરમ મૂકી તેને આછી ગુલાબી થાય ત્યાં સુધી તળી લો. ગરમ ગરમ પીરસો. બ્રેડ ક્રમ્સના લીધે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે. અત્યારે ભરપૂર પ્રમાણમાં મકાઈ મળતી હોવાથી મકાઈનો ઉપયોગ કરવો જોઈએ. તેનું શાક પણ બનાવી શકાય.
Comments
Post a Comment