Dahi Chaneki Sabji | દહીં ચનેકી સબ્જી

 

દહીં ચનેકી સબ્જી

સામગ્રી : 

૧/૨ કપ દહીં

૨ કપ પલાળીને બાફેલા કાળા ચણા

૨ ટેબલ સ્પૂન ચણાનો લોટ

૧/૨ ટીસ્પૂન હળદર

૧ ટીસ્પૂન લીલાં મરચાંની પેસ્ટ

૧ ટીસ્પૂન લાલ મરચાંનો પાઉડર

મીઠું, સ્વાદાનુસાર

 ૧/૨ ટેબલસ્પૂન તેલ

૧ ટીસ્પૂન જીરું

૧/૨ ટીસ્પૂન રાઈ

સજાવવા માટે ૨ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર

રીત : 

દહીં ચનેકી  સબ્જી બનાવવા માટે એક ઊંડા બાઉલમાં દહીં, ચણાનો લોટ, હળદર, લીલાં મરચાંની પેસ્ટ, લાલ મરચાંનો પાઉડર, મીઠું અને એક કપ પાણી ભેગાં કરો અને કોઈ ગઠ્ઠો ન રહે ત્યાં સુધી વિસ્કનો ઉપયોગ કરીને સારી રીતે મિક્સ કરી દો. એક બાજુ રાખો. ઊંડી નોન-સ્ટિક કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં જીરું અને રાઈ નાખો. જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં કાળા ચણા અને દહીં-ચણાના લોટનું મિશ્રણ નાંખી બરાબર મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ માટે સતત હલાવતા રહી રાંધી લો. કોથમીર વડે સજાવી તરત જ પીરસો.

Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર