Gram flour shiro | ચણાના લોટનો શીરો
ચણાના લોટનો શીરો
સામગ્રી :
૩/૪ કપ ચણાનો લોટ
૭ ૩/૪ કપ દૂધ
પ ટેબલસ્પૂન પીગળાવેલું ઘી
૩/૪ કપ સાકર
૧/૪ ટીસ્પૂન એલાયચીનો પાઉડર
૧ ટેબલ સ્પૂન સમારેલી બદામ
૧ ટેબલસ્પૂન સમારેલાં પિસ્તાં
સજાવવા માટેની સામગ્રી
૧ ટેબલસ્પૂન સમારેલી બદામ
૧ ટેબલસ્પૂન સમારેલાં પિસ્તાં
રીત :
ચણાના લોટનો શીરો બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ, ૨ ટેબલસ્પૂન દૂધ અને ૧ ટેબલસ્પૂન ઘી મેળવી સારી રીતે મસળી અને ગૂંદીને કિણક જેવું તૈયાર કરો. તેને ૧૦ મિનિટ માટે બાજુ પર રાખો. આ કણિકને છીણી વડે ઝીણું ખમણી લો અને બાજુ પર રાખો. એક ખુલ્લા વાસણમાં બાકી રહેલું ઘી ગરમ કરી તેમાં છીણેલા લોટનું મિશ્રણ મિક્સ કરી ધીમા તાપ પર ૮થી૧૦ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધીને બાજુ પર રાખો. હવે બાકી રહેલું દૂધ અને ૩/૪ કપ પાણી એક ઊંડી કઢાઈમાં ગરમ કરી તેમાં તૈયાર કરેલું લોટનું મિશ્રણ મેળવી મધ્યમ તાપ પર ૨થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો. સાકર,એલાયચીનો પાઉડર, બદામ અને પિસ્તાં ઉમેરો અને મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૭ થી ૮ મિનિટ સુધી રાંધો. ચણાના લોટના શીરાને બદામ અને પિસ્તાં વડે સજાવીને ગરમગરમ પીરસો.
Comments
Post a Comment