Instant vada | ઇન્સ્ટન્ટ વડાં
ઇન્સ્ટન્ટ વડાં
સામગ્રી :
૧ વાટકી ફોતરાં વગરની મગદાળ,
૩ લીલાં મરચાં,
એક આદુંનો ટુકડો,
કોથમીર,
૧ ચમચી સોડા,
તળવા માટે તેલ
રીત :
સૌપ્રથમ ફોતરાં વગરની મગદાળને મિક્સરમાં કોરી જ ક્રશ કરી લો. તેમાં પાણી નાખી પંદર મિનિટ સુધી રહેવા દો. ફરીથી તેને મિક્સરમાં નાખી તેમાં લીલાં મરચાં, આદું, કોથમીર નાખી ક્રશ કરી લો. ત્યારબાદ આ ખીરાને એક બાઉલમાં કાઢી લો. તેમાં મીઠું અને સોડા નાખી હલાવો. એક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય પછી તેમાં ખીરામાંથી નાનાં વડાં તળી લો.એકદમ મસ્ત વડાંને સોસ સાથે સર્વ કરો.
Comments
Post a Comment