Tal sing na ladu | તલ, સિંગના લાડુ
તલ, સિંગના લાડુ
સામગ્રી :
૧ વાટકી સફેદ તલ
૧ વાટકી સિંગદાણાનો ભૂકો
અડધી વાટકી કોપરાનું છીણ
અડધી વાટકી અખરોટ
૨૦૦ ગ્રામ ગોળ
૩ ચમચી ઘી
રીત :
સૌ પ્રથમ સિંગદાણાને શેકી ફોતરાં કાઢી ભૂકો કરો. તલને પણ શેકી લો અને ભૂકો કરો. એક નોનસ્ટિક કડાઈમાં ગોળ-ઘી નાખી ધીમા તાપે હલાવો. ગોળ ઓગળે એટલે તેમાં તલનો ભૂકો, સિંગદાણાનો ભૂકો, કોપરાનું છીણ, અખરોટનો ભૂકો નાખી હલાવો. હવે તેના નાના નાના લાડુવાળો. આ લાડુ કેલ્શિયમથી ભરપૂર છે. પગનો દુખાવો, ઘૂંટણનો દુખાવો વગેરેમાં આ લાડુ સારું કામ કરે છે.
Comments
Post a Comment