દૂધી કોફ્તા ઈન વ્હાઇટ ગ્રેવી
દૂધી કોફ્તા ઈન વ્હાઇટ ગ્રેવી
સામગ્રી:
કોફ્તા બનાવવાઃ
દૂધીનું છીણ ૧ કપ,
પનીરનું છીણ અડધો કપ,
મેંદો ૨ ચમચા,
આદું-મરચાંની પેસ્ટ ૧ ચમચી,
મરી પાઉડર ૧ નાની ચમચી,
મીઠું પ્રમાણસર,
પાણી જરૂર મુજબ,
તેલ તળવા માટે,
ગ્રેવી બનાવવા માટેઃ
બે ચમચી બટર,
બે ચમચી મેંદો,
દોઢ કપ દૂધ,
કાજુ- મગજતરી પાઉડર બે ચમચી,
મીઠું,
મરી પાઉડર અડધી ચમચી,
સફેદ મરચું પાઉડર અડધી ચમચી.
રીતઃ
સૌપ્રથમ દૂધી, પનીર, મેંદો, આદું-મરચાં પેસ્ટ, મરી અને મીઠું મિક્સ કરી તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી કોફ્તાનો લોટ બાંધો. બંને હથેળીમાં તેલ લગાવી લોટમાંથી કોફ્તા તૈયાર કરીને ગરમ તેલમાં તળી લેવા. મધ્યમ તાપે હલકા સોનેરી તળવા, ગ્રેવી માટે બટરમાં મેંદો શેકીને તેમાં ધીમે ધીમે દૂધ ઉમેરતા જવું, સતત હલાવતા રહેવું જેથી ગઠ્ઠા ન થઈ જાય, તેમાં કાજુ-મગજતરીનો પાઉડર, મીઠું, મરી, સફેદ મરચું પાઉડર ઉમેરી પાંચ મિનિટ ઉકાળવું. હવે સર્વિંગ પ્લેટમાં કોફતા ગોઠવી તેના ઉપર ગરમાગરમ ગ્રેવી નાખી પીરસવું.
Comments
Post a Comment