શિકંજી મસાલા
શિકંજી મસાલા
સામગ્રી :
જીરું એક ચમચી,
આખાં મરી પાંચથી છ નંગ,
આખા ધાણા અડધી ચમચી,
ચાટ મસાલો એક ચમચી,
કાળું મીઠું(સંચળ) એક ચમચી,
સૂંઠ પાઉડર અડધી ચમચી,
મીઠું પ્રમાણસર
રીત :
શિકંજી બનાવવા આ મસાલાનો ઉપયોગ થાય છે. જેમાં જીરું અને ચાટ મસાલામાં પાચક ગુણ હોય છે. કાળું મીઠું એટલે કે સંચળ આ પીણાને સ્વાદિષ્ટ બનાવે છે. આમાં સૂંઠ પાઉડર પણ ઉમેરી શકાય છે. તે પીણાને થોડું તીખું બનાવે છે. સૌ પ્રથમ પૅનમાં જીરું, આખા મરી અને આખા ધાણાને ધીમા તાપે ગેસ પર શેકી લો. ઠંડું થાય એટલે મિક્સરમાં લઇ તેમાં ચાટ મસાલો, સંચળ, મીઠું અને સૂંઠ પાઉડર મિક્સ કરી પાવડર બનાવી લો. શિકંજી મસાલા પાઉડરને એ ૨ ટ। ઇ ટ બોટલમાં ભરી ફ્રિજમાં રાખો. જ્યારે શિકંજી બનાવવી હોય ત્યારે જરૂરિયાત અનુસાર મસાલો મિક્સ કરી મજા માણો.
Comments
Post a Comment