ચોખા-કાકડીના પેનકેક
ચોખા-કાકડીના પેનકેક સામગ્રી : ૧/૨ કપ ચોખાનો લોટ ૧/૪ કપ ખમણેલી કાકડી ૧/૪ કપ છોલીને ખમણેલા બટાટા ૨ ટેબલસ્પૂન ચણાનો લોટ ૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર ૨ ટીસ્પૂન ઝીણાં સમારેલાં લીલાં મરચાં મીઠું સ્વાદાનુસાર તેલ, ચોપડવા માટે અને રાંધવા માટે રીત : ૧. એક ઊંડા બાઉલમાં બધી મેળવી સારી રીતે મિક્સ કરી લો. વસ્તુઓ સાથે ૧૧/૪ કપ પાણી ૨. હવે એક નોનસ્ટિક તવા પર થોડું તેલ ચોપડીને તેની પર એક ચમચા જેટલું ખીરું રેડી તેને ગોળાકારમાં ફેરવી ૧૨૫ મિમી. વ્યાસની જાડી ગોળાકાર પેનકેક બનાવો. ૩. થોડા તેલની મદદથી પેનકેક કરકરી અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો. ૪. આ જ રીતે બાકી રહેલા ખીરા વડે વધુ ૩ પેનકેક તૈયાર કરો. ૫. તરત જ પીરસો.

Comments
Post a Comment