This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

 

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

મેદસ્વિતા એ ખરેખર ગંભીર સમસ્યા છે, જેના કારણે ઘણી બધી બીમારીઓ થવાની શક્યતા રહે છે. જેમકે હોટલમાં દર્દની શક્યતા, વધારે પડતું બ્લડપ્રેશર, હાર્ટ એટેક અને ન જાણે કેટ-કેટલી બીમારીઓ થવાની શક્યતા રહે છે. જો તમે ડોક્ટર પાસે પણ જાઓ તો તેઓ પણ એ જ સલાહ આપશે કે પેલા તમારું વજન ઘટાડો.


આજે આપણે એક એવો નુસખો બતાવવાના છીએ જેનાથી શરીર ની ચરબી ઝડપથી ઊતરે છે, ઘણા લોકો વજન ઉતારવા માટે એલોપેથિક દવાઓ ખાય છે. અથવા તો ઓપરેશન કરાવે છે પરંતુ આ બધી વસ્તુઓનો શરીર પર દુષ્પ્રભાવ પડે છે. આની પહેલા પણ આપણે શેર કર્યો હતો કે ડાયટ-પ્લાન થી સાત દિવસમાં આઠ કિલો વજન ઘટાડવાનો નુસખો. એ તમે વાંચ્યું જ હશે.


વરિયાળીમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે. જેમાં એન્ટીઈન્ફ્લેમેન્ટરી, કફનાશક, એન્ટિઓક્સિડન્ટ વગેરે જેવા ગુણો મળી આવે છે.

આ રીતે બનાવો વરિયાળીનું પાણી

સામગ્રી:

એક ચમચી વરીયાળી


૧ ગ્લાસ પાણી


એક ચમચી મધ


બનાવવાની રીતઃ

.હવે તમારે વરિયાળીને એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખી દેવાની છે અને સવારે આ પાણીને ગળી ને તેમાં મધ મેળવીને નરણાં કોઠે પીવાનું છે. જો તમે ઇચ્છો તો વરિયાળીને પાણીમાં ઉકાળી શકો છો અને આ પાણીને ઠંડુ કરીને તેમાં એક ચમચી મધ મેળવીને પી જાઓ.


વરીયાળી ના પાણી પીવાના ફાયદાઓઃ

મેદસ્વિતાઃ

આ પાણીનું સેવન કર્યા પછી મેદસ્વીતા શરીરમાં થી ઓછી થવા લાગે છે કારણ કે વરિયાળીનું પાણી પીવાથી આપણી ભૂખ ઓછી થાય છે અને એમાં ફાઇબર ભરપુર માત્રામાં મળી આવે છે જેનાથી આપણું પેટ ભરેલું મહેસૂસ થાય છે.


જેનાથી આપણે જરૂરતથી વધુ ખાવાની આદતથી બચી જાય છે. આપણા શરીરના મેટાબોલિઝમને કાર્યરત રાખે છે, તેમજ ખોરાક પચવામાં પણ મદદ કરે છે.


ઝેરીલા તત્વો બહાર કાઢે છે


વરિયાળીનું પાણી આપણી અંદર રહેલા ટોક્સિન ને શરીરની બહાર કાઢે છે


પચવાની સમસ્યાઓ

વરિયાળીનું પાણી પીવાથી પેટને લગતી સમસ્યાઓ જેવી કે અપચો, સોજો, પેટ ફુલાઈ જવું, કબજિયાત, એસીડીટી વગેરે જેવી સમસ્યાઓ ઘણી ઓછી થઇ જાય છે.


હ્રદયરોગનો હુમલો

વરિયાળીનું પાણી પીવાથી હાર્ટ એટેક જેવી પ્રોબ્લેમ પણ ખતમ થઈ શકે છે. કારણકે વરિયાળીમાં ફાઇબર, ફાઈબર વિટામીન, એન્ટીઓક્સીડન્ટની માત્રા વધુ હોય છે જેથી હૃદયરોગના હુમલા જેવી બીમારીઓનો સામનો કરવો પડતો નથી.

નોંધ: આ ઉપાય કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે વરિયાળીની વધુ માત્રા ન લેવી જોઈએ, જો આમ કરવામાં આવે તો આપણા શરીરની ચામડીમાં રેસિસ પડી જાય છે. જેનાથી એલર્જી થવાની શક્યતા રહે છે. કોઈપણ અવશધી કેટલી પણ કારગર હોય પરંતુ એની સીમિત માત્રામાં સેવન કરવું જોઈએ, નહીંતર એ વસ્તુ નુકસાનદાયી સાબિત થાય છે

Comments

Popular posts from this blog

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર