લોટવાળાં ગૂંદાં

 

લોટવાળાં ગૂંદાં

સામગ્રી : ૨૫૦ ગ્રામ ગૂંદાં, એક વાટકી શેકેલો ચણાનો લોટ, બધાં રોજિંદા મસાલા, તેલ

રીત : સૌપ્રથમ ગૂંદાને ધોઈ કોરાં કરો. હવે તેમાંથી ઠળિયા કાઢી મીઠું લગાવો એટલે ચિકાશ ન રહે. હવે એક બાઉલમાં શેકેલો ચણાનો લોટ, બધાં મસાલા, કોથમીર અને થોડું તેલ નાંખીને આ મસાલો ગૂંદાંમાં ભરો. હવે કડાઈમાં તેલ લઈ જીરુંનો વધાર કરી તેમાં ભરેલાં ગૂંઠાં નાંખો. હવે ગેસ ધીમો કરી કડાઈ પર પાણીની થાળી રાખી ગૂંદાં ચડી જાય ત્યાં સુધી રાખો. સિઝનમાં આ ભરેલાં ગૂંદાં ખૂબ સરસ લાગે છે.

Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર