એપલ પાઈ

 

એપલ પાઈ

સામગી

કણિક માટે ૩ કપ મેંદો,

૧/૨ ટીસ્પૂન બેકિંગ પાઉડર,

 ૧/૨ કપ પીસેલી સાકર,

૧ કપ નરમ માખણ 

સફરજનના પૂરણ માટે

૩ કપ છોલેલા સફરજનના ટુકડા

૧ ટેબલસ્પૂન લીંબુનો રસ

૧/૨ કપ સાકર

૧ ટીસ્પૂન તજનો પાઉડર

૨ ટેબલસ્પૂન કિસમિસ

૨ ટેબલસ્પૂન સમારેલી બદામ બીજી જરૂરી વસ્તુઓ એપલ

પાઈ રેસિપી બનાવવા માટે :

દૂધ, ચોપડવા માટે એપલ પાઈ સાથે પીરસવા માટે

વેનિલા આઇસક્રીમ

રીત

કણિક તૈયાર કરવા માટે

* એક ઊંડા બાઉલમાં મેંદો, બેકિંગ પાઉડર અને પીસેલી સાકર મેળવી સારી રીતે મિક્સ કરી લો.

> તે પછી તેમાં નરમ માખણ મેળવી સારી રીતે મિક્સ કરી બહુ નરમ નહીં તેમજ બહુ કઠણ નહીં એવી કણિક જરૂરી પાણી વડે તૈયાર કરી ઢાંકીને બાજુ પર રાખો.

સફરજનનું પૂરણ તૈયાર કરવા માટે

એક ઊંડા બાઉલમાં સફરજન અને લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી લો. » હવે એક ઊંડા નૉન સ્ટિક પૅનમાં સફરજન-લીંબુનું મિશ્રણ, સાકર, તજનો પાઉડર, કિસમિસ અને બદામ મેળવી સારી રીતે મિક્સ કરી પૅનને ઢાંકીને મધ્યમ તાપ પર ૮ મિનિટ સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહી અને તેને ચમચાના પાછળના ભાગ વડે મસળતા રહી રાંધી લો.

» પૅનનું ઢાંકણ ખોલી લીધા પછી તેને મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી બાજુ પર રાખો.

આગળની રીત એપલ પાઈની રેસિપી બનાવવા માટે

> તૈયાર કરેલી કણિકના ૩ સરખા ભાગ પાડી બે ભાગ એક સાથે અને એક ભાગ અલગ રાખો.

» હવે ૨ ભાગવાળી કણિકને ૩૦૦ મિમી. ના ગોળાકારમાં વણી લો. વણતા સમયે તેની કિનારીઓને તમારા હાથથી સમતલ કરતાં રહો. * વણેલા ગોળાને એક તરફથી બીજી તરફ લઈ

જઈને ઉપાડી લો. પછી તેને ૨૫૦ મિમી.વાળા છૂટું પડે તેવા એલ્યુમિનિયમના કેક ટીનની મધ્યમાં મૂકીને ખોલી લો. તે પછી તેને ટીનના તળિયા પર અને કિનારીઓ પર સરખી રીતે આંગળીઓ વડે દબાવી લો. પછી જો ટીનની કિનારીઓ પર કણિક રહી ગઇ હોય તો કાઢી લો.

» હવે મધ્યમાં સફરજનનું પૂરણ મૂકી તેને ચમચા વડે સરખી રીતે ફેલાવીને બ બાજુ પર રાખો.

>> હવે કણિકના બાકી રહેલા એક ભાગને ૩૦૦ મિમી. વ્યાસના ગોળાકારમાં વણીને રીત ક્રમાંક ૩ મુજબ એક કિનારીએથી લઈને ઉપાડી લો.

* આ વણેલા કણિકના ગોળાને સફરજનના પૂરણ પર મૂકી તેને ખોલી લો અને ફરી નીચેની બાજુએ અને ટીનની કિનારીઓ પર આંગળીઓ વડે સરખી રીતે દબાવી લો. અહીં ધ્યાન રાખવાનું છે કે સફરજનનું પૂરણ આ ગોળા વડે સંપૂર્ણ રીતે ઢંકાઈ જવું જોઈએ.

* એક ચપ્પુ વડે ઉપર વધેલી કણિકને એવી રીતે કાપવી કે સફરજનનું પૂરણ સંપૂર્ણ ઢંકાય અને બાકી રહેલી કણિકને કાપીને કાઢી નાખવી.

» ટીનની કિનારીઓ પર રહેલી કણિકને સૌપ્રથમ તમારા અંગૂઠા વડે અને પછી ફોર્ક (fork) વડે સરખી રીતે દબાવી લો.

> હવે ફોર્ક (fork) વડે પાઈની ઉપરની બાજુ પર સરખા અંતરે થોડા કાપા પાડી લો.

» પછી પાઈની ઉપર બ્રશની મદદથી થોડું દૂધ લગાડીને આગળથી ગરમ કરેલા ઓવનમાં ૧૮૦° સે (૩૬૦°ફે) તાપમાન પર ૩૫થી ૪૦ મિનિટ સુધી બૅક કરી લો.

> સહેજ ઠંડું કરીને એપલ પાઈને ટીનમાંથી કાઢી લો.

> તેના ૬ સરખા ટુકડા કરીને વૈનિલા આઇસક્રીમ સાથે નવશેકું પીરસો.

હાથવગી સલાહ: આ પાઈ બનાવવા માટે સફરજન નરમ નહીં પણ સખત હોવાં જોઈએ.

Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર