એપલ નાળિયેર લાડુ

 


એપલ નાળિયેર લાડુ

સામગ્રી:

૨ નંગ સફરજન અડધો કપ ખાંડ ૧૦૦ ગ્રામ માવો અડધો કપ કોપરાનું છીણ ૪ ચમચી કાજુ પાઉંડર ૧ ચમચી એલચી પાઉડર રીત :

સૌપ્રથમ સફરજનને ધોઈ છાલ ઉતારી તેના ટુકડા કરી મિક્સરમાં કર્શ કરી લો. પછી એક નોનસ્ટિક કડાઈમાં સફરજનનો કશ, કોપરાનું છીણ, ખાંડ નાખી ધીમા તાપે હલાવો. મિશ્રણ લચકા પડતું થાય પછી તેમાં કાજુનો પાઉડર, માવો, એલચી પાઉડર નાખી હલાવો. હવે આ મિશ્રણને થોડી વાર ઠંડું થવા દો. ત્યારબાદ તેમાંથી લાડુ વાળી કોપરાના છીણમાં રગદોળી લો. બાકી લાડુ પણ આ રીતે તૈયાર કરી દો.

Comments

Popular posts from this blog

ચોખા-કાકડીના પેનકેક

કેરેટ આઈસ્ક્રીમ |Carrot ice cream

કાચી કેરીની ચટણી