કોળાનું રાયતુ

 


કોળાનું રાયતુ

સામગ્રી: 250 ગ્રામ કોળું, 250ગ્રામ દહીં, 1/2 ટી સ્પૂન વાટેલાં આદુ-મરચાં, 1 ટી સ્પૂન જીરું, 2 ટી સ્પૂન ખાંડ, એક ચમચી અધકચરી પીસેલી રાઈ, મીઠું પ્રમાણસર.

બનાવવાની રીતઃ કોળું છોલીને બાફી લો અને ઠંડું થયા પછી છૂંદી કે છીણી લો. હવે દહીંમાંથી પાણી નિતારી તેમાં છૂંદેલું કે છીણેલું કોળું નાંખવું. ત્યારબાદ તેમાં લીલા મરચાંના ટૂકડા, આદુ, વાટેલું જીરું, મીઠું, પીસેલી રાઈ અને ખાંડ નાંખવી. બધું બરાબર મિક્સ કરી ઠંડું કરીને પીરસવું. આ રાયતુ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે ઈચ્છો તો એના પર સૂકા મરચા અને મીઠા લીમડાનો વઘાર પણ કરી શકો છો.

Comments

Popular posts from this blog

મશરૂમ દમ બિરયાની

ચોખા-કાકડીના પેનકેક

મિક્સ વેજિટેબલ પરોઠા