કાકડીનું રાયતુ

 


કાકડીનું રાયતુ

સામગ્રી: 150 ગ્રામ કાકડી, 250 મિલિ દહીં, 1/2 ટી સ્પૂન અધકચરી પીસેલી રાઈ, 2 ટી સ્પૂન ખાંડ, 2 ટે સ્પૂન ઝીણી સમારેલી કોથમીર, મીઠું પ્રમાણસર.

બનાવવાની રીતઃ તાજી કાકડી લઇ છાલ કાઢ્યા વિના છીણી લો. છાલ ન ગમે તો છાલ ઉતારીને કાકડી છીણી લો અને હળવે હાથે કાકડીનું છીણ નિચોવી લો. ચોમાસું હોય તો સહેજ ઘીવાળો હાથ કરી કાકડીમાં ચોળવો, જેથી પાણી ન છૂટે. હવે દહીંમાંથી પાણી નીતારી, વલોવીને તેમાં કાકડીની છીણ, પીસેલી રાઈ, ખાંડ, કોથમીર અને મીઠું નાંખો અને બરાબર મિક્સ કરી લો. ખાવાના ઉપયોગમાં લેવાનાં એકાદ કલાક પહેલાં આ રાયતુ કરવું, જેથી રાઈ અથાઈ જાય અને સ્વાદિષ્ટ લાગે. જો તમને પસંદ હોય તો લાલ દાડમ સાફ કરીને તેના દાણા કાકડીના રાયતામાં નાંખી શકાય. આ રાયતુ પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર