મેંગો મઠો

 


મેંગો મઠો 

સામગ્રી

૫૦૦ ગ્રામ ખાંડ ૧ કિલોગ્રામ મોળું દહીં, એક डेरी, બસ્સો ગ્રામ રબડી, ઈલાયચી, બદામ-પિસ્તાં (કતરણ), કેસર ઈચ્છા મુજબ


રીત: દહીંને રાત્રે એક ઝીણા કપડામાં બાંધીને લટકાવી દો. તેની નીચે એક તપેલી મૂકી દો. જેથી કરીને આખી રાતમાં દહીંનું પાણી નીતરી જાય. હવે સૌપ્રથમ એક પાકી કેરી છોલીને કાપી લો અને મિક્સરમાં ફેરવી લો. હવે પાણી નિતારેલા દહીંમાં ખાંડ ભેળવી લો. આ મિશ્રણમાં કેરીનો રસ મિક્સ કરી દો. આ મિશ્રણને પાતળા કપડાંથી ગાળી લો. તેમાં રબડી મિક્સ કરો. ઈલાયચી, બદામ-પિસ્તાં વાટીને તેમાં કેસર નાંખો અને મિશ્રણને સારી રીતે મિક્સ કરી ફેંટી લો. હવે ફ્રીઝમાં ઠંડું કરવા મૂકો. સ્વાદિષ્ટ માવામિશ્રિત મેંગો મઠો સર્વ કરો.

Comments

Popular posts from this blog

ચોખા-કાકડીના પેનકેક

કેરેટ આઈસ્ક્રીમ |Carrot ice cream

કાચી કેરીની ચટણી