ફળોનું આઈસ્ક્રીમ |fruit ice cream

 ફળોનું આઈસ્ક્રીમ |fruit ice cream 


સામગ્રી : ૧ લીટર દૂધ, ૧૫૦ ગ્રામ

ખાંડ, ૧૦૦ ગ્રામ માવો, ૨૫ ગ્રામ કસ્ટર્ડ પાવડર, મનગમતા ફળો જેવા કે ... પાકી કેરી, બે દ્રાક્ષ લીલી, ચીકુ તેમ જ એલચીનો ભૂકો, સૂકોમેવો અને ટૂટી ફૂટી.

રીત : સૌપ્રથમ દૂધને ધીમા તાપે

થોડીવાર ઉકાળવું. થોડીવાર ઉકાળ્યા બાદ તેમાં ખાંડ અને કસ્ટર્ડ પાવડર નાખવા અને એકદમ હલાવતા રહેવું કારણ કે કસ્ટર્ડ પાવડરથી દૂધ ઘટ્ટ થવા લાગે છે. થોડું ઘટ્ટ થાય એટલે તેમાં માવો ખમણીને નાખવો. એકદમ હલાવતા જ રહેવું. થોડીવાર પછી તેમાં એલચીનો ભૂકો અને થોડો સૂકો મેવો નાખીને હલાવીને નીચે ઉતારી લેવું. થોડીવાર ઠરવા દેવું. તે સમય દરમિયાન કેરીમાંથી રસ કાઢવો અને ચીકુની છાલ ઉતારી તેમાંથી બી કાઢી નાખીને પેલા ઠરી ગયેલા ઘટ્ટ દૂધમાં નાખવું. દ્રાક્ષને પણ ધોઈને તેમાં નાખવી. અને હલાવીને તૈયાર થયેલા ઘટ્ટ દૂધને મિક્સરમાં પીરસવું જેથી બધા ફળોનો એકરસ થઈ જશે. ત્યારબાદ તેને એક વાસણમાં ભરી તેના પર વધેલા કાજુ-બદામનો ભૂકો અને ટૂટી-ફૂટી નાખીને ફ્રિઝમાં જમાવવા માટે મુકવું. જેથી આઈસ્ક્રીમ થોડીવારમાં તૈયાર થઈ જશે.

Comments

Popular posts from this blog

ચોખા-કાકડીના પેનકેક

કેરેટ આઈસ્ક્રીમ |Carrot ice cream

કાચી કેરીની ચટણી