સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કાળા જાંબુ|Health benefits of blackberries

 
સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કાળા જાંબુ|Health benefits of blackberries

ઉનાળા અને ચોમાસાની સીઝનમાં જાંબુ મળતા હોય જાંબુને અંગ્રેજીમાં બ્લેક બેરી અથવા તો જાવા પ્લમ કહેવામાં આવે છે.તેમાં આર્યુવેદના અનુસાર ઔષધીય ગુણ સમાયેલા હોયછે જે વિવિધ શારીરિક તકલીફોમાં રાહત આપે છે, તેમજ તે સૌંદર્ય પ્રસાધન તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. જાંબુમા આર્યન, કેલ્શિયમ, પ્રોટીન, ફાઇબર, કાહોંગાઇડ્રેટ ભરપુર પ્રમાણમાં સમાયેલા હોય છે. જાંબુનું ફળ જ નહીં પરંતુ તેની છાલ, પાન અને ગોટલી પણ ફાયદાકારક હોય છે.


  • ખીલ દૂર કરે


કિશારાવસ્થામાં ખીલની સમસ્યા સામાન્ય છે. જાંબુના રસનો ઉપયોગ ખીલથી રાહત આપે છે. જાંબુનો અથવા તો તેના પાનના રસને સ્કિન પર લગાડવાથી ત્વચા પર વતા ઓઇલ અને સીબમના સેક્રેશનને રોકે છે જેથી ખીલની રાહત થાય છે.


  • રક્તને શુદ્ધ કરે


જાંબુમાંની છાલ બ્લડ પ્યુરિફાયર તરીકે કામ કરે છે. તે રક્તને અંદરથી સાફ કરીને ત્વચાનું રક્ષણ કરે છે. રક્ત પ્યૂફાઈડ હોય તો મેટાબોલિઝમ સારું રહે છે તેમજ ત્વચા સુંદર નજર આવે છે.


  • આંખ


આંખમાં બળતરા થવી, ચિપડા બાઝવા અને દુઃખાવા જેવી સામાન્ય સમસ્યા થતી હોય તો જાંબુના ૧૫-૨૦ મુલાયમ પાન લઈને ૪૦ મિ.લી. પાણીમાં ઉકાળવું. ચોથા ભાગનું પાણી રહી જાય પછી તેને ઠંડુ કરીને તેનાથી પીવાથી થાય


  • કાન


કાનમાં પસ થવાથી કાનમાં દુખાવો થાય છે તેવામાં જાંબુની સુકવેલી ગોટલીને પીસી મધ સાથે ભેળવી કાનમાં ૧-૨ ટીપાં નાખવાથી ફાયદો થાય છે.


  • દાંત 


દાંતના દુખાવાથી જાંબુ રાહત આપે છે. જાંબુના પાનને બાળી તેની રાખ મંજનની માફક પેઢા અને દાંત પર લગાડવાથી દુખાવામાં રાહત થાય છે. તેમજ તે પેઢાને મજબૂત કરે છે. જાંબુના કોગળા કરવાથી પાયેરિયામાં રાહત થાય છે. ગસના


  • મુખમાંના છાલા


પેટમાં ગરમી વધવાથી અથવા તો આહારમાં બદલાવથી મુખમાં છાલા થતા હોય છે. તેવામાં જાંબુના પાનના રસના કોગળા કરવાથી રાહત થાય છે. ૧૦-૧૫ મિલી,જાંબુના નિયમિત સેવન ગળાની તકલીફમાં પણ રાહત થાય છે.


  • પથરી


જાંબુના ૧૦ મિલી. રસમાં સિંધવ ભેળવી પીવાથી રાહત થાય છે. થોડા દિવસો દિવસમાં ૨-૩ વખત પીવાથી યૂરિનરી ટ્રેકમાં ફસાયેલી પથરી તૂટીને પેશાબ વાટે બહાર નીકળી જાય છે.


  • ડાયાબિટીસ



 જાંબુમાં હાઇપોગ્લાઇડઈમિક સમાયેલું હોય છે જે બ્લડ શુગરને ઘટાડવામાં મદદગાર છે. તેનું  નિયમિત સેવન બ્લડ સુગર  ૩૦ ટકા સુધી ઓછું કરવામાં ફાયદાકારક છે. તેમજ તેની ગોટલીના પાવડરનું સેવન ડાયાબિટિઝમાં રાહત આપે છે.


  • હેમોગ્લોબિનની ઊણપ


જાંબુમાં વિટામિન સી અને આર્યન પ્રચુર માત્રામાં સમાયેલા હોય છે. જેથી તેના સેવનથી રક્તમાં હેમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે.


  • હાઇબ્લડપ્રેશર


જાંબુ હાઇબ્લડ પ્રેસરના દરર્દીઓ માટે ફાયદાકારક હોય છે. તેમાં પોટેશિયલ અધિક માત્રામાં સમાયેલું હોય છે જે બ્લડપ્રેશરને કન્ટ્રોલ કરવામાં મદદગાર છે. તેથી જાંબુવું સેવન નિયમિત કરવાથી ફાયદો થાય છે.


  • વજન ઘટાડે


જાંબુમાં ફાઇબર ભરપુર પ્રમાણમાં હોય છે તેમજ તેમાં કેલરી ઓછી હોય છે. પેટને ભરેલું રાખવા માટે અને વજન ઘટાડવા માટે જાંબનું સેવન લાભ આપે છે. તેમજ પાચનક્રિયાને સુધારે છે. 



Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર