Healthy pickles with low oil |ઓછા તેલવાળાં આરોગ્યપ્રદ અથાણાં |Phansi pickle |Carrot pickle |Flower pickle |Ripe mango wedges|Carrot Pickle (fenugreek spiced) |Juicy Mango-Methi Pickle

 Healthy pickles with low oil |ઓછા તેલવાળાં આરોગ્યપ્રદ અથાણાં |Phansi pickle |Carrot pickle |Flower pickle |Ripe mango wedges|Carrot Pickle (fenugreek spiced) |Juicy Mango-Methi Pickle


 Phansi pickle|ફણસીનું અથાણું

સામગ્રી : ૧ કિલો ફણસી મીઠું ૧ ટી. સ્પૂન, રાઈ ૧/૨ વાટકી, હળદર ૧/૨ ચમચી, રાઈનું તેલ જરૂર પ્રમાણે લગભગ એક કપ.

રીત : ફણસીને ધોઈ તેના ડીંટા કાઢી બાજુની નસ કાઢવી અને આખી રાખવી, ફણસીને ઉકળતા પાણીમાં ચારથી પાંચ મિનિટ બાફવી અને નીતારી લેવી.

ફણસીને છાંયડામાં બે કલાક કોરી થવા દેવી (સુકવવી) અને પછી તેમાં બધો મસાલો ભેળવવો, બરણીમાં નીચે થોડું તેલ નાંખી આ મસાલાવાળી ફણસી નાંખવી ઉપર બાકીનું તેલ રેડવું. બે દિવસ પછી વાપરવું.


Carrot pickle |ગાજરનું અથાણું


નોંધ : આ જ રીતે લીલી ચોળી, ગવાર, ટીંડોરા, કાકડી, ગાજર, ફ્લાવર વગેરેનું અથાણું બનાવી શકાય છે.

સામગ્રી :

૧ કિલો ગાજર, પાંચ-સાત લીંબુ, ૨૦ ગ્રામ હળદર, ૧ ટે.સ્પૂન મીઠું, સ્વાદ પ્રમાણે રાઈના કુરીયા ૧૦૦ ગ્રામ, તેલ ૧૫૦ ગ્રામ.


રીત ઃ

સારા લાલ કુશા ગાજર પસંદ કરવા તેને ધોઈ સ્વચ્છ કરી છાલ ઉતારી તેની એકથી દોઢ ઈંચની ચીરીઓ કરવી.

હળદર મીઠું, અને લીંબુનો રસ ભેગા કરી તેમાં ગાજરની ચીરીઓ રગદોળી ઢાંકીને રહેવા દેવું, બીજે દિવસે લીંબુ મીઠામાંથી કાઢી ગાજર સુકવવા, બહુ ચવડ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન ન રાખવું, તેલ અને રાઈ ફીણી, લીંબુ મીઠામાં ભેળવી દેવું. તેમાં ગાજરની ચીરીઓ રગદોળી બરણીમા ભરી લેવું.


 Flower pickle| ફ્લાવરનું અથાણું

સામગ્રી : 

ફૂલાવર ૧ કિલો, મેથીના કુરીયા ૧૦૦ ગ્રામ, હળદર ૧ ચમચી, ૧ ચમચી લાલ મરચું, મીઠું સ્વાદ મુજબ, ચપટી હીંગ, વરિયાળી-મરી ૧ ચમચી, તેલ ૨ ચમચા, લીંબુ ૨૦૦ ગ્રામ, ૨૦૦ તેલ મિક્સ કરવાથી મેથીનો મસાલો બનશે.

રીત :

ફ્લાવરના ફૂલ આખા ડાંડા સાથે છૂટા કરી સારી રીતે ધોઈ સ્વચ્છ કરી તેના ઊભા લાંબા ચીરા કરવા. લીંબુના રસમાં થોડું મીઠું હળદર ભેળવી તેમાં ફ્લેવર રગદોળવું અને બે-ત્રણ દિવસ રહેવા દેવું રોજ ઉછાળવું. ત્રીજે દિવસે ફ્લાવર લીંબુ- મીઠાના પાણીમાંથી કાઢી તડકે એક કલાક સૂકવવું.


લીંબુ-મીઠાના પાણીમાં બધો મસાલો, તેલ અને ફ્લાવર ભેળવીને બરણીમાં ભરવું (એક મહિનો સારું રહે છે) 


Ripe mango wedges |પાકી કેરીનાં વઘારિયાં 


સામગ્રી :

પાકેલી પણ કડક કેરી ૧ કિલો, ગોળ-૧ કિલો, તેલ ૨૫૦ ગ્રામ. આખા લાલ સૂકા મરચાં પાંચથી છ, હીંગ ચપટી, મેથી-૧/૨ ચમચી, મેથીની દાળ ૨ ટે.સ્પૂન, મીઠું, સ્વાદ પ્રમાણે.

રીતઃ 

કેરીને છોલીને કકડા કરવા, તેલનો વઘાર મૂકી તેમાં આખી મેથી, સૂકા મરચા અને હીંગનો વઘાર કરવો. કેરીના કકડા વઘારી ઉપર ઝીણો સમારેલો ગોળ, મીઠું, મરચું, હળદર અને મેથીનું કુરીયા નાંખી કેરીના કકડા બહુ ભાંગે નહીં તે રીતે હલાવવું. ગોળ સારી રીતે ખદખદવા લાગે અને તેલ ઉપર તરી આવે ત્યાં સુધી ખદખદાવવું. નીચે ઉતારી ઠંડુ પડવા દેવું. સ્વચ્છ જંતુરહિત કરેલી બરણીમાં ભરવું. 


Carrot Pickle (fenugreek spiced) |ગાજરનું અથાણું (મેથીના મસાલાવાળા)


સામગ્રી: ગાજર ૧ કિલો, મીઠું ૩૦ ગ્રામ, મેથીનો મસાલો ૨૦૦ ગ્રામ, તેલ ૧૫૦ ગ્રામ.


રીત :  ગાજરની ચીરીઓ કરી મીઠું ચોળી એક દિવસ રહેવા દેવી. બીજે દિવસે એક કલાક તડકે સૂકવીને પછી મેથીનો મસાલો અને તેલમાં રગદોળી બરણીમાં ભરી લેવા.


Juicy Mango-Methi Pickle |કેરી-મેથીનું રસાદાર અથાણું


સામગ્રી:

કાચી કેરી - ૨૫૦ ગ્રામ મેથી ૪ ટે.સ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર અડધી ચમચી, સૂકા લાલ મરચા ચાર-પાંચ નંગ, ગોળ ૩૦૦ ગ્રામ, લાલ મરચું સ્વાદ પ્રમાણે, તેલ ૪ ચમચાં.

રીત :

કેરીને ધોઈ સ્વચ્છ કરી તેની છાલ ઊતારી નાના ટુકડા કરવા. એક વાસણમાં પોણો કપ પાણી નાંખી તેમાં કેરીના કકડા અને આખી મેથી નાંખી પ્રેશર કૂકરમાં ઢાંકીને બાફવું. ત્રણ વ્હીસલ થવા દેવી (પાંચ મિનિટ)

એક વાસણણાં તેલનો વધાર મૂકી હીંગ મરચાંનો વઘાર કરી બાફેલી કેરી-મેથી વધારવી ગોળ (અથવા) ખાંડ ઉપર નાંખવા મીઠું-મરચું સ્વાદ પ્રમાણે ઉમેરી ધીમે તાપે ખદખદાવવું. તેલ છૂટે ત્યાં સુધી પકાવવું. ઉતારી ઠંડુ પડે ત્યારે સ્વચ્છ બરણીમાં ભરવું જરૂર લાગે તો થોડું તેલ ઉમેરવું.

Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર