ice coffee moka|આઈસ કોફી મોકા

  

ice coffee moka|આઈસ કોફી મોકા

સામગ્રી : 

૨૦ બરફના ટુકડા, 

૨ ટી સ્પૂન ઇન્સ્ટટ કોફી પાઉડર, 

રે ટેબલસ્પૂન કોકો પાઉડર, 

૩ ટેબલસ્પૂન કેસ્ટર સુગર, 

૧૧/૪ કપ ઠંડું દૂધ.


રીત : 

આઈસ કોફી મોકાની રેસિપી બનાવવા માટે એક બાઉલમાં કોકો પાઉડર, કેસ્ટર સુગર અને ૧/૪ કપ ગરમ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો. બધુ બરાબર મિક્સ થઇ જાય પછી તેમાં દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી લો. કોફી પાઉડર કે કોકો પાઉડરના ગાંઠા ન થાય એવું ખાસ ધ્યાન રાખવું. પછી આ મિશ્રણને બાજુ પર રાખી લો. બીજા એક બાઉલમાં ૧/૪ કપ ગરમ પાણીમાં કોફી પાઉડર મેળવી સારી રીતે મિક્સ કરી લો. પીરસતા પહેલાં એક લાંબા ગ્લાસમાં ૧૦ બરફના ટુકડા મૂકી તેના પર અડધો ભાગ કોકો-દૂધનું મિશ્રણ અને અડધો ભાગ કોફી-પાણીનું મિશ્રણ રેડી સારી રીતે મિક્સ કરી લો. આ રીત અનુસાર બીજા ગ્લાસ તૈયાર કરો. ગ્લાસ તૈયાર થઈ જાય એટલે તરત જ પીરસો.

Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર