કોકમ શરબત |Kokum Syrup

 

કોકમ શરબત |Kokum Syrup

સામગ્રી

>૧ કપ કોકમ

>> ૧ કપ સાકર

> ૧ ટીસ્પૂન જીરા પાઉડર

> ૩/૪ ટીસ્પૂન સંચળ

> એક ચપટીભર લીંબુના ફૂલ

રીત: 

>કોકમ શરબત બનાવવા માટે એક માઈક્રોવેવ સેફ બાઉલમાં કોકમ સાથે ૧ કપ પાણી મેળવી તેને ઊંચા તાપમાન પર ૧ મિનિટ સુધી તાપમાન પર ૧ મિનિટ સુધી માઇક્રોવેવ કરી ૧૦ મિનિટ માટે બાજુ પર રાખો.

>તે પછી કોકમનું પાણી ગાળીને પાણી તથા કોકમ બાજુ પર રાખો.

>હવે કોકમ અને ૧/૨ કપ ગાળેલું કોકમવાળું પાણી મેળવીને મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.

>હવે સાકર સાથે ૧/૨ કપ પાણી માઈક્રોવેવ સેફ બાઉલમાં રેડી ઊંચા તાપમાન પર ૮ મિનિટ સુધી વચ્ચે ૪ મિનિટ પછી થોડું હલાવીને માઇક્રોવેવ  કરી લો.

»તે પછી તેમાં તૈયાર કરેલી કોકમની પેસ્ટ મેળવી સારી રીતે મિક્સ કરો.

> આમ, તૈયાર થયેલા કોકમના સાકરવાળા મિશ્રણને ગળણી વડે ગાળીને બાજુ પર રાખો અને વધેલું કોકમનું મિશ્રણ કાઢી નાંખો.

>> હવે આ કોકમ-સાકરના મિશ્રણમાં જીરું પાઉડર, સંચળ અને લીંબુના ફૂલ મેળવી સારી રીતે મિક્સ કરી લો.

> પીરસતા પહેલાં ગ્લાસમાં ૨ ટેબલસ્પૂન તૈયાર કરેલું કોકમનું મિશ્રણ રેડી તેમાં ૧/૨ કપ ઠંડું પાણી રેડી લો.

> તરત જ પીરસો.


Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર